અમદાવાદના સિરિયલ કિલર તાંત્રિક હત્યા કેસમાં દિવસેને દિવસે વધુ ખુલાસાઓ થઈ રહ્યાં છે.વાંકાનેરના ધમાલપર પાસેથી યુવતીના અવશેષ મળ્યા છે,જેમાં તાંત્રિક નવલસિંહે નગમાને ઘરે બોલાવી હત્યા કરી નાખી હતી અને હત્યા બાદ ટુકડા જુદા જુદા કોથળામાં પેક કરી દાટ્યા હતા,અવશેષોનું રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થશે અને અમદાવાદની સરખેજ અને મોરબીની વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથધરી છે.
સારવાર દરમિયાન ભુવાનું હોસ્પિટલમાં મોત
પોલીસે પોસ્ટ મોર્ટમ માટેની કાર્યવાહી હાથધરી છે.તો નવલસિંહ ચાવડા 10 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર હતો અને આજે અચાનક તેનું મોત થયું છે.આ આરોપી નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિના નામે 12 જેટલા લોકોની હત્યા કરી હતી,અસલાલીમાં 1 હત્યા, સુરેન્દ્રનગરમાં 3 હત્યા રાજકોટના પડધરીમાં 3 હત્યા, અંજારમાં 1 હત્યા અને વાંકાનેરના એક વ્યક્તિની હત્યા કરી હતી.પોતાના જ પરિવારના 3 લોકોની હત્યા કરી હોવાની વાત સામે આવી છે.
એક સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવી
ભૂવા સાથે કામ કરતા કાદરઅલી નામના વ્યક્તિ પાસેથી સ્યુસાઈટ નોટ પણ મળી આવી છે,બીજી તરફ જે મઢમાં ફેકટરી માલિકની હત્યા કરી દાટવાની વાત હતી તે મઢમાં પોલીસે ચેકિંગ કર્યુ છે,મઢમાં પણ ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે અનેક લોકોને ભૂવાએ ફસાવી મોતના મુખમાં ધકેલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે,અગાઉ ભોગ બનાર લોકો પણ તપાસ કરતા અધિકારીઓને મળવા દોડી આવ્યા હતા અને પોલીસ આ મામલે હજી પણ નવો ખુલાસો કરે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચોંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતે ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચ આપી હતી. ભુવાીએ ફેક્ટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને પ્રવાહી પદાર્થમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ફેક્ટરીના માલિકની હત્યા કરી ભુવા સમગ્ર રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો. જોકે, સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતાં તે સમયસર ઘટના સ્થળે પહોંચી અને ફેક્ટરીના માલિકનો જીવ બચાવી લીધો હતો.