GUJARAT

Ahmedabadના વિજય ચાર રસ્તા પાસેથી નીકળતા વિચારજો, પડયા છે બે મોટા ભૂવા

અમદાવાદ શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથવાત છે ત્યારે ફરી અમદાવાદના પોશ વિસ્તારમાં ભૂવો પડયો છે,આ કોઈ એક જગ્યાએ નહી પણ બે જગ્યાએ ભૂવો પડયો છે,ભૂવો પડવાના કારણે હાલમાં એએમસી દ્રારા કામગીરી શરૂ કરવામાં આવી છે,ભૂવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે.દર વર્ષે એક જ જગ્યા પર ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે.

તંત્રની કામગીરી પર સવાલ

અમદાવાદ શહેરમાં વરસાદ બાદ પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે,વિજય ચાર રસ્તા પર મુખ્ય માર્ગ પર બે ભૂવા પડતા લોકોને હાલાકી પડી રહી છે,સાથે સાથે તંત્ર દ્રારા હાલ કામગીરી શરૂ કરાઈ છે,મુખ્ય રોડ પર ભૂવો પડવાના કારણે લોકો હેરાન થઈ રહ્યાં છે.ખાસ કરીને સવારના અને સાંજના સમયે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.સ્થાનિકો અને વેપારીઓનો આક્ષેપ છે કે દર વર્ષે એક જ જગ્યાએ ભૂવો પડે છે.

ઘાટલોડીયામા રોડની નબળી કામગીરીથી પડયો ભૂવો

અમદાવાદ શહેરમાં ફરી ભૂવો પડયો છે,ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ રન્નાપાર્કમાં ફરી રોડ પર ભૂવો પડયો છે જેના કારણે સ્થાનિકોની મુશ્કેલી વધી છે,સ્થાનિકોએ તંત્ર સામે રોશ ઠાલવ્યો છે.તંત્રએ હજી પણ રોડ પર કામગીરી શરૂ કરાવી નથી જેના કારણે ટ્રાફિક જામની સાથે લોકોને રોડ પરથી પસાર થવામાં મુશ્કેલી પણ પડી રહી છે,તંત્રએ હાલમાં બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો છે.ત્રણ દિવસથી ભૂવો પડયો છે તેમ છત્તા કોઈ કામગીરી કરાતી નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ચોમાસું ગયુ તેમ છત્તા ભૂવા પડે છે

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેમ છત્તા ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે.અમદાવાદ શહેરમાં અત્યારસુધી અનેક વિસ્તારોમાં ભૂવા પડયા છે જેના કારણે સ્થાનિકોમાં રોશ જોવા મળ્યો છે,અમદાવાદ શહેર વિકસિત શહેર છે પરંતુ રોડ બનાવવામાં કોન્ટ્રાકટરો બેદરકારી દાખવે છે જેના કારણે ભૂવા પડે છે,ડામર સરખો લગાવવામાં આવતો નથી અને કપચી પાથરી દેવામાં આવે છે એટલે કપચી ઉખડી જાય છે અને રોડ પર ભૂવો પડી જાય છે.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button