AMC દ્વારા શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં અંદાજે રૂ. 74 કરોડના ખર્ચે રોડ રીગ્રેડ અને રીસરફેસ કરવાનું આયોજન હાથ ધરાયું છે અને બે કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપવા માટે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં તાકીદની દરખાસ્તો મંજૂર કરાઈ છે.
ચોમાસામાં ધોધમાર વરસાદને કારણે શહેરમાં નાના- મોટા લગભગ 1 લાખ ખાડા પડયા હતા અને તમામ ખાડા પૂરી દેવાયા હોવાનો દાવો કરાયો છે. મ્યુનિ. દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ રીપેર કરવા, નવા રસ્તા બનાવવા અને રોડ રિસરફેસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મારુતિ કન્સ્ટ્રક્શન કંપની અને એપેક્સ પ્રોટેક્ટ LLP નામના બંને કોન્ટ્રાક્ટરને 24.50 ટકા વધુ ભાવથી રોડ રીસરફેસ કરવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે મોટાભાગના રસ્તા ધોવાઈ ગયા હતા અને સંખ્યાબંધ સ્થળે નાના- મોટા ખાડા પડયા હતા. એક અંદાજ મુજબ શહેરમાં 1 લાખ જેટલા ખાડા પડયા હતા. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કુલ 45,747 મેટ્રિક ટન જેટલા ડામરનો ઉપયોગ કરીને રોડ અને બ્રિજ પર રોડ રીસરફેસ અને ખાડા પૂરવાની અને દરેક ઝોનમાં રોડના પેચવર્ક કરવાની કામગીરી વધારે કરવામાં આવી છે.
Source link