- નાગાણા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી
- એરફોર્સ દ્વારા ટ્વીટ કરી માહિતી આપવામાં આવી
- પોલીસે ફાયર બ્રિગેડની ટીમને સ્થળ પર બોલાવી
રાજસ્થાનના બાડમેરમાં સોમવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન મિગ-29 કાવાસ પાસે ક્રેશ થયું છે. ફાઈટર પ્લેન ક્રેશની માહિતી મળતા જ નાગાણા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. એરફોર્સ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે આ અકસ્માતમાં પાયલોટ સુરક્ષિત છે.
રાજસ્થાનના બાડમેરમાં સોમવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન મિગ-29 કાવાસ પાસે ક્રેશ થયું છે. ફાઈટર પ્લેન ક્રેશની માહિતી મળતા જ નાગાણા પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું અને રાહત કાર્ય શરૂ કર્યું. ફાઈટર પ્લેનમાં જોરદાર આગ લાગી હોવાથી પોલીસે ફાયર બ્રિગેડની ટીમને સ્થળ પર બોલાવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને ફાઈટર પ્લેનમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. એરફોર્સ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે આ અકસ્માતમાં પાયલોટ સુરક્ષિત છે.
ભારતીય વાયુસેનાએ ‘X’ પર એક ટ્વિટમાં કહ્યું કે, “બાડમેર સેક્ટરમાં નિયમિત નાઇટ ટ્રેનિંગ મિશન દરમિયાન એરફોર્સના મિગ-29 ફાઇટર પ્લેનમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલટને પ્લેનમાંથી બહાર નીકળવું પડ્યું હતું. પાયલોટ સુરક્ષિત છે અને કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.”
ઘટનાસ્થળે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા
મિગ-29 ફાઈટર પ્લેન એક ખેતરમાં ક્રેશ થયું હોવાથી ગામલોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી. ગ્રામજનોની ભીડ જોઈને પોલીસે ફાઈટર પ્લેનને ચારે બાજુથી કોર્ડન કરી લીધું હતું અને કોઈને પણ ઘટનાસ્થળે જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. જિલ્લા કલેક્ટર નિશાંત જૈન અને એસપી નરેન્દ્ર સિંહ મીના ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. તેણે એ વાતની પણ પુષ્ટિ કરી કે ફાઈટર પ્લેન ક્રેશ થયું છે.