એશ્વર્યા રાયે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ ઘણી એવી ફિલ્મો છે જે બ્લોકબસ્ટર સાબિત થઈ છે જે ફિલ્મોની ઓફર એશ્વર્યાએ રિજેક્ટ કરી હતી. જેમાં મુન્નાભાઈ MBBS થી લઈને ભૂલ ભુલૈયા અને હેપ્પી ન્યૂ યર સુધીની ફિલ્મોનો સમાવેશ થાય છે. ત્યારે હવે અભિનેત્રીએ ફિલ્મ હેપ્પી ન્યૂ યરની ઓફર રિજેક્ટ કરવા પાછળનું કારણ જાહેર કર્યું છે.
એશ્વર્યાએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને રિજેક્ટ કરી
ઐશ્વર્યા રાયનું ફિલ્મી કરિયર ખૂબ જ શાનદાર રહ્યું છે. અભિનેત્રીએ પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો કરી છે. જોકે, લગ્ન બાદ અભિનેત્રીએ લાંબા સમય સુધી સિનેમાથી અંતર જાળવી રાખ્યું હતું. ઘણી વખત એવું બન્યું કે અભિનેત્રીએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને રિજેક્ટ પણ કરી દીધી.
શાનદાર ઓફરને રિજેક્ટ કરવા પાછળનું કારણ જાહેર
હેપ્પી ન્યૂ યર ફિલ્મ બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં કિંગ ખાને દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું હતું. વર્ષ 2014ની આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી હતી. જો ઐશ્વર્યા રાયે આ ઑફર નકારી ન હોત તો દીપિકાની જગ્યાએ તે ફિલ્મમાં જોવા મળી હોત. ત્યારે અભિનેત્રીએ હવે આ શાનદાર ઓફરને રિજેક્ટ કરવા પાછળનું કારણ જાહેર કર્યું છે.
ઐશ્વર્યાએ ફિલ્મની ઓફર કેમ રિજેક્ટ કરી?
ઐશ્વર્યાએ જણાવ્યું કે જ્યારે તેને આ ફિલ્મમાં રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે તેને વિચિત્ર લાગ્યું કે આ પાત્ર અભિષેક બચ્ચનની સામે નથી. આવી સ્થિતિમાં ઐશ્વર્યા રાયને લાગ્યું કે બંને પતિ-પત્ની ફિલ્મમાં એકસાથે દેખાયા પછી પણ એકબીજાની સામે ન આવવાથી થોડી અસ્વસ્થતા થશે.
દીપિકા અને શાહરૂખ વચ્ચેની કેમેસ્ટ્રીને દર્શકોએ વખાણી
ઐશ્વર્યાના ફિલ્મ છોડવાના નિર્ણય બાદ ડિરેક્ટર ફરાહ ખાને દીપિકા પાદુકોણને કાસ્ટ કરી હતી. દીપિકા અને શાહરૂખ વચ્ચેની કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ વખાણી હતી. આ પ્રોજેક્ટ ચૂકી જવા છતાં ઐશ્વર્યાએ પોતાની ઓળખ જાળવવામાં કોઈ કસર છોડી નથી.
અભિનેત્રીને IIFAમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો
મહત્વનું કહી શકાય કે, ઐશ્વર્યા છેલ્લી વખત “પોનીયિન સેલવાન 1” અને તેની સિક્વલમાં જોવા મળી હતી. જેમાં તેના અભિનયને કારણે અભિનેત્રીને IIFAમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
Source link