બોલિવૂડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની માત્ર એક પોસ્ટથી એ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે, જેમાં એવું કહેવાતું હતું કે બચ્ચન પરિવારમાં કંઈક રંધાઈ રહ્યું છે. સંબંધોણાં તિરાડની વચ્ચે ઐશ્વર્યાએ એક એવી પોસ્ટ મૂકી છે જેમાં આ વાતને સાબિત થતી જોવા મળે છે કે બચ્ચન પરિવરમાં બધુ સમુસુતરું છે. અભિનેત્રીએ પોતાના સસરા અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર એક પોસ્ટ શેર કરતા આ બધી અફવાઓ પર લગામ લાગી ચૂકી છે.
બોલિવૂડના દિગ્ગજ અને મહાનાયક એવા અમિતાભ બચ્ચન ગત દિવસે 82મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. આ પ્રસંગે તમામ સેલેબ્સ મેગાસ્ટારને શુભકામનાઓ પાઠવી હતી. બીગ-બીના જન્મદિવસે તેઓની પુત્રવધૂ ઐશ્વર્યાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેઓને શુભકામના પાઠવી અને એક સ્પેશિયલ પોસ્ટ શેર કરીને સસરા અમિતાભ બચ્ચનને બર્થ-ડે વિશ કરી હતી.
ઐશ્વર્યાએ આ પોસ્ટ શેર કરી છે
ભલે અમિતાભ બચ્ચન તેમની પુત્રવધૂ એટલે કે ઐશ્વર્યા માટે વધુ ન બોલતા હોય, પરંતુ ઐશ્વર્યા તેમના જન્મદિવસ પર તેના સાસરિયા માટે પોસ્ટ કરવાનું ભૂલતી નથી. દર વર્ષે અભિનેત્રી તેના પિતાના જન્મદિવસ પર કંઈક ને કંઈક લખે છે. ઐશ્વર્યાએ તેના 82મા જન્મદિવસ પર આરાધ્યા સાથે અમિતાભ બચ્ચન (બિગ બી)ની તસવીર શેર કરીને ખૂબ જ સ્પેશિયલ પોસ્ટ શેર કરી છે.
ઐશ્વર્યાએ પોસ્ટમાં શું લખ્યું?
બિગ-બીના જન્મદિવસ પર, ઐશ્વર્યાએ તેની પુત્રી આરાધ્યા અને સસરા અમિતાભની જૂની તસવીર શેર કરી, જેની સાથે તેણે તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ઐશ્વર્યાએ બિગ બી માટે લખ્યું- ‘હેપ્પી બર્થડે, પા-દાદાજી.’ ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે.’
પૌત્રી આરાધ્યા સાથેની તસવીર શેર કરી
તસવીરમાં બિગ-બી સફેદ હૂડી પહેરેલા જોવા મળે છે, જ્યારે આરાધ્યા ફ્લાવર પ્રિન્ટનું ફ્રોક પહેરેલી જોવા મળે છે. તસવીરમાં બિગ-બી હસતા અને તેમની પૌત્રીને ગળે લગાવતા જોવા મળે છે. ઐશ્વર્યાની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. બીજી તરફ, અભિષેક બચ્ચન અને પુત્રી શ્વેતા બચ્ચને તેમના પિતા અમિતાભના 82મા જન્મદિવસ પર કોઈ પોસ્ટ શેર કરી નથી.
ઐશ્વર્યા બચ્ચનની પોસ્ટથી ફેન્સ ખુશ છે
ઐશ્વર્યા રાયની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે બચ્ચન પરિવારમાં ચારેબાજુથી તણાવની અફવાઓ ફેલાઈ રહી છે. આ વર્ષે જુલાઈથી ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચે તણાવના સમાચારો ચર્ચામાં છે. જો કે હવે ઐશ્વર્યાની આ પોસ્ટ અલગ જ દિશા તરફ ઈશારો કરી રહી છે. ઐશ્વર્યાની આ પોસ્ટ બાદ તેના અને બચ્ચન પરિવારના ફેન્સ ખૂબ જ ખુશ છે.