દુબઈમાં આયોજિત ગ્લોબલ વુમન ફોરમ 2024માં વિશ્વભરની ઘણી પ્રખ્યાત મહિલા હસ્તીઓની સાથે ઐશ્વર્યા રાય બચ્ચને પણ ભાગ લીધો હતો. દુબઈમાં 2 દિવસ સુધી ચાલેલી આ ઈવેન્ટમાં ઐશ્વર્યાએ હાજરી આપી હતી. જેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ તમામ વીડિયોમાંથી એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં ઐશ્વર્યા રાય બચ્ચનની ઓળખ માત્ર ઈન્ટરનેશનલ સ્ટાર ઐશ્વર્યા રાયના નામથી કરવામાં આવી છે. એટલે કે ઐશ્વર્યાના નામમાંથી બચ્ચન સરનેમ ન દેખાતા ચર્ચાનો વિષય બન્યો છે.
બચ્ચન સરનેમ ગાયબ !
મહત્વનું છે કે 17 વર્ષ પહેલા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ ઐશ્વર્યા રાયે પોતાના નામમાં અભિષેકની સરનેમ એડ કરી હતી અને ત્યારથી તે દુનિયામાં ઐશ્વર્યા રાય બચ્ચન તરીકે ઓળખાય છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ ઐશ્વર્યા રાય બચ્ચન લખ્યું છે. પરંતુ દુબઈની આ ઇવેન્ટમાં ઐશ્વર્યાની ઓળખ માત્ર ઐશ્વર્યા રાયથી આપવામાં આવી છે. તેના નામમાંથી ‘બચ્ચન’ નામની ગેરહાજરી જોવા મળતા લોકો ચોંકી ગયા છે. નામ લખવામાં ભૂલ હતી કે કંઇક બીજુ તે હાલમાં જાણી શકાયું નથી.
અભિષેક બચ્ચને ઐશ્વર્યાના કર્યા વખાણ
મહત્વનું છે કે અભિષેક બચ્ચને થોડા સમય પહેલા જ પત્ની ઐશ્વર્યાના વખાણ કર્યા હતા. અભિષેકની ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ના પ્રમોશન દરમિયાન આપેલા ઈન્ટરવ્યુમાં અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાયના વખાણ કરતા કહ્યું હતું કે મને લાગે છે કે અમારા ઘરમાં પણ હું ખૂબ નસીબદાર છું કારણ કે મને તક મળી રહી છે ઘરની બહાર કામ કરો. હું સારી રીતે જાણું છું કે મારી ગેરહાજરીમાં પણ ઐશ્વર્યા આરાધ્યા સાથે જ રહે છે અને તેનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તેના યોગદાન માટે હું તેમનો આભારી રહીશ.
ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના સંબંધોને લઇને રોજેરોજ નવી વાતો જાણવા મળે છે. અફવા છે કે છૂટાછેડા સુધી પહોંચી જાય છે. વળી અંબાણીના પુત્રના લગ્નમાં ઐશ્વર્યા બચ્ચન પરિવાર સાથે આવી ન હતી ત્યારથી લઇને બચ્ચન ફેમિલી અને વહુ ઐશ્વર્યા વચ્ચે બધુ સારુ ન હોવાના સમાચારો સામે આવતા રહે છે. ત્યારે હવે ઐશ્વર્યાના નામમાંથી બચ્ચન શબ્દ જ ન જોવા મળતા લોકો અનેક ચર્ચાઓ કરી રહ્યા છે.