બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય હાલમાં આઈફા ઉત્સવમ 2024માં ભાગ લેવા માટે અબુ ધાબીના યસ આઈલેન્ડમાં છે. સાઉથ સિનેમાથી લઈને બોલીવુડ સ્ટાર્સ આ ભવ્ય ઈવેન્ટનો હિસ્સો બન્યા છે જેઓ પોતાની ખાસ સ્ટાઈલથી લોકોને દિવાના બનાવી રહ્યા છે. હાલમાં દુબઈના SIIMA 2024 એવોર્ડ્સ દરમિયાન આરાધ્યા બચ્ચનનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે કન્નડ સુપરસ્ટાર શિવ રાજકુમારના પગને સ્પર્શ કર્યો હતો.આ વિડિયો સામે આવ્યા બાદ લોકોએ આરાધ્યાના વખાણ કર્યા હતા. હવે ઐશ્વર્યા રાયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભીડમાં પોતાના ‘ગુરુ’ મણિરત્નમના ચરણ સ્પર્શ કરી રહી છે.
અભિનેત્રી આ સ્ટાઈલે લોકોના દિલ જીત્યા
IIFA 2024ની ઉજવણી પ્રથમ દિવસે જબરદસ્ત હતી જ્યાં સાઉથ ભારતીય અને બોલીવુડના મોટા સ્ટાર્સ સાથે મળીને આ ખાસ પ્રસંગની ઉજવણી કરતા અને સન્માન મેળવતા જોવા મળ્યા હતા. સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ને બેસ્ટ ફિલ્મ (તમિલ)નો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ ફિલ્મના દિગ્દર્શક નેલ્સન દિલીપકુમારે મેળવ્યો હતો. આ સિવાય સાઉથ સુપરસ્ટાર નાનીને પણ ‘દશેરા’ (તેલુગુ) માટે શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો અને વિક્રમ અને ઐશ્વર્યા રાય બચ્ચનને ‘પોનીયિન સેલ્વન: II’ (તમિલ) માટે બેસ્ટ અભિનેતા-અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
એશે સ્ટેજ પર દિગ્દર્શકના પગને સ્પર્શ કર્યા
એક વીડિયો જે હવે વાયરલ થઈ રહ્યો છે તે ઐશ્વર્યા રાય અને પીઢ નિર્દેશક મણિરત્નમનો છે. મણિ રત્નમને IIFA 2024 ઇવેન્ટમાં પોનીયિન સેલ્વન II માટે શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મણિરત્નમને આ એવોર્ડ બોલીવુડ અભિનેત્રી અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન દ્વારા આપવામાં આવ્યો હતો. પરંતુ પોતાના ‘ગુરુ’ અને દિગ્ગજ દિગ્દર્શકને આ એવોર્ડ આપતા પહેલા તેમણે સ્ટેજ પર જ તેમના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આટલું જ નહીં, ત્યારબાદ તેણે તેને પ્રેમથી ગળે લગાવી અને અભિનંદન આપ્યા હતા.
વીડિયો જોયા બાદ ફેન્સે કર્યા ઐશ્વર્યાના વખાણ
હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ તેના ફેન બની ગયા છે. ફેન્સ તેના મૂલ્યોની પ્રશંસા કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે માતાના આ જ મૂલ્યો પુત્રીમાં પ્રતિબિંબિત થાય છે જે લોકોએ હાલમાં જોયા હતા. તે જ સમયે, કેટલાક લોકો બચ્ચન પરિવારના વખાણ પણ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, ઐશ્વર્યા બચ્ચન પરિવારની સંસ્કારી વહુ છે.