- ઐશ્વર્યા રાય બોલીવુડની પોપ્યુલર એક્ટ્રેસ છે
- ઐશ્વર્યાએ 20 એપ્રિલ 2007ના રોજ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા
- ઐશ્વર્યા રાયે એક ઈન્ટરવ્યુમાં કરિયરને લઈને પ્રતિક્રિયા આપી છે
ઐશ્વર્યા રાય બચ્ચન હિન્દી સિનેમાની ટેલેન્ટેડ એકટ્રેસમાંથી એક છે, જેને કોઈ ખાસ પરિચયની જરૂર નથી. ઐશ્વર્યાએ 20 એપ્રિલ 2007ના રોજ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને નવેમ્બર 2011માં પુત્રી આરાધ્યા બચ્ચનના જન્મ સાથે માતૃત્વ સ્વીકાર્યું. માતા બન્યા બાદ ઐશ્વર્યાએ બોલીવુડમાંથી બ્રેક લીધો અને કેટલીક પસંદગીની ફિલ્મો કરવાનો નિર્ણય કર્યો.
આરાધ્યાના જન્મ પછી ઐશ્વર્યા રાયનું એક્ટિંગ કરિયર
ઐશ્વર્યા રાય બચ્ચને 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’થી કમબેક કર્યું હતું. રણબીર કપૂર સાથેની તેની કેમેસ્ટ્રી અને તેના બોલ્ડ લુકે દર્શકોને ચોંકાવી દીધા હતા. ફેન્સને લાગ્યું કે ઐશ્વર્યા ફરીથી તેમનું દિલ જીતવા આવી છે, પરંતુ તે સિલ્વર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગઈ અને બધાને નિરાશ કર્યા. એવું કહી શકાય કે ઐશ્વર્યાની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે અને આજે તે આરાધ્યાની માતા છે.
એશ્વર્યાએ કરિયરને લઈને આપી પ્રતિક્રિયા
તાજેતરમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ઈન્ટરનેશનલ પ્રેસ કોન્ફોરન્સનો છે, જેમાં તેને આંતરરાષ્ટ્રીય પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે શું તે મધરહુડ સ્વીકારવાનું પ્લાનિંગ કરી રહી છે કે નહીં. પત્રકારે ન્યુલી મેરિડ એક્ટ્રેસને પૂછ્યું હતું કે શું અભિષેક બચ્ચન સાથે બાળક થયા પછી તેના ફેન્સ તેને ગુમાવશે? પત્રકારે તેને પૂછ્યું હતું કે, “અમે આશા રાખીએ છીએ કે બાળકો અને લગ્નને કારણે અમે તમને ગુમાવીએ નહીં.”
એશ્વર્યાએ રાયે આપ્યો આ જવાબ
થોડા સમય પછી, કોઈએ અટકાવ્યું અને કહ્યું કે મીડિયાએ ઐશ્વર્યાને વધુ વ્યક્તિગત પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. પરંતુ એક્ટ્રેસે પત્રકારના સવાલનો જવાબ આપતા ખૂબ જ ગર્વ અનુભવ્યો અને સુંદર જવાબ આપ્યો. ઐશ્વર્યાએ શેર કર્યું હતું કે તે લગ્નનો આનંદ માણી રહી છે અને બાળકોની રાહ જોઈ રહી છે. તેણે કહ્યું હતું કે, “હું બાળકોની રાહ જોઈ રહી છું, હું લગ્નનો આનંદ માણી રહી છું, આમાં એક્ટ્રેસને ગુમાવવાનો સવાલ જ નથી.”
અભિષેક સાથેના સમાચારોને લઈને ચર્ચામાં છે એશ્વર્યા
તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યાની એક આદર્શ માતા છે, જે દરેક સમયે તેની પુત્રી સાથે જોવા મળે છે. અભિષેક બચ્ચન અને જયા બચ્ચને પણ ઐશ્વર્યા રાય બચ્ચનની માતા તરીકે પ્રશંસા કરી છે. છેલ્લાં કેટલાક સમયથી એશ્વર્યા અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચારોએ જોર પકડ્યું છે, પરંતુ તાજેતરમાં જ અભિષેક બચ્ચને પ્રતિક્રિયા આપી હતી અને તેને લગ્નની રીંગ બતાવીને કહ્યું હતું કે હજુ પણ મારા લગ્ન થયેલા છે.
Source link