NATIONAL

Akasa Airની ફ્લાઇટનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, બોમ્બ હોવાની મળી ધમકી

ફ્લાઇટમાં જવુ અને ત્યાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળવી. કદાચ આ સિલસિલો હવે રોજનો થઇ ગયો લાગે છે.ત્યારે આજે અકાસા એર લાઇન ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યુ કારણ કે ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી. આ પહેલા એર ઇન્ડિયા અને ઇન્ડિગો ફ્લાઇટને પણ ધમકી મળી હતી. ફ્લાઇટ નંબર QP1335માં બોમ્બ હોવાની વાત સોશિયલ મીડિયા દ્વારા ક્રૂને ખબર પડી.

ફ્લાઇટમાં બોમ્બ !

મહત્વનું છે કે અકાસા એરલાઈનની ફ્લાઈટ બેંગલુરુ માટે ટેકઓફ થઈ હતી. પરંતુ ધમકીઓ બાદ તેને ફરીથી દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. અકાસાના પ્લેનમાં 184 યાત્રીઓ હતા. આ ફ્લાઇટનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ તે પહેલા ઇન્ડિગોની એક ફ્લાઇટને અમદાવાદ તરફ વાળવામાં આવી હતી. આ ફ્લાઇટ મુંબઇથી દિલ્હી જઇ રહી હતી.

અકાસા એરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્લાઇટ દિલ્હીથી બેંગલુરુ માટે ઉડી હતી. જેમાં 174 મુસાફરો સવાર હતા. તેમાં 3 બાળકો અને 7 ક્રૂ મેમ્બર પણ હતા. ટેકઓફ પછી તરત જ સુરક્ષા ચેતવણી પ્રાપ્ત થઈ.

વારંવાર મળી રહી છે બોમ્બની ધમકી

સુરક્ષાના તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને ફ્લાઇટનું બપોરે 2 વાગ્યે દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પાયલોટે સાવચેતી પૂર્વક વિમાનને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું હતું. Akasa એરલાઇનની તમામ ટીમો મુસાફરોની સલામતી અને આરામ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં 10 ભારતીય ફ્લાઈટને આવી ધમકીઓ મળી છે. અગાઉ કહેવામાં આવ્યું હતું કે જયપુર-અયોધ્યા ફ્લાઈટમાં બોમ્બ છે. જે બાદ એસઓપીને પગલે તેનું સલામતી સાથે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

હવે કોઈએ આકાસા એરલાઈન્સની ફ્લાઈટ નંબર QP 1373 (બાગડોગરાથી બેંગલુરુ)ને આવી ધમકી આપી છે. આ પહેલા નવી દિલ્હીથી શિકાગો જઈ રહેલી એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ AI-127ને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ તે ફ્લાઈટને કેનેડાના ઈક્લુઈટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button