SPORTS

અક્ષર પટેલ બન્યો પિતા, શેર કર્યો પહેલો ફોટો, જાણો શું છે નામ

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અક્ષર પટેલે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. અક્ષરની પત્ની મેહાએ એક બાળકને જન્મ આપ્યો છે. અક્ષરે મંગળવારે સાંજે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ફેન્સને આ માહિતી આપી હતી.

મેહાએ 19 ડિસેમ્બરે પુત્રને જન્મ આપ્યો હતો. રસપ્રદ વાત એ છે કે અક્ષર અને મેહાએ તેમના પુત્રનું નામ પણ રાખ્યું છે. અક્ષરે તેના પુત્રને ટીમ ઈન્ડિયાની જર્સી પણ પહેરાવી છે.

બેબી બોયનો શેર કર્યો પહેલો ફોટો

અક્ષર પટેલે મંગળવારે સાંજે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેને ટીમ ઈન્ડિયાની જર્સી પહેરેલા પુત્રનો ફોટો શેર કર્યો છે. પરંતુ તેને પોતાનો ચહેરો બતાવ્યો નહીં. અક્ષરે કેપ્શનમાં લખ્યું છે કે “તે હજુ પણ પોતાના પગથી ઓફ સાઈડ શોધી રહ્યો છે.” પરંતુ ટીમ ઈન્ડિયાની જર્સીમાં તમને બધાને તેનો પરિચય કરાવવા માટે અમે રાહ જોઈ શકતા નથી. હક્ષ પટેલમાં આપનું સ્વાગત છે, જે ભારતના સૌથી નાના, છતાં સૌથી મોટા ફેન અને આપણા હૃદયનો એક ભાગ છે.

અક્ષર અને મેહાએ તેમના પુત્રનું નામ શું રાખ્યું છે?

અક્ષર અને મેહાના લગ્ન જાન્યુઆરી 2023માં થયા હતા. આ બંનેની લવસ્ટોરી ઘણી રસપ્રદ હતી. અક્ષર અને મેહાના લગ્ન વડોદરામાં થયા હતા. આ બંનેએ 2022માં સગાઈ કરી હતી. હવે મેહાએ પુત્રને જન્મ આપ્યો છે. અક્ષર અને મેહાએ તેમના પુત્રનું નામ હક્ષ પટેલ રાખ્યું છે. અક્ષરે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

ટીમ ઈન્ડિયા માટે અક્ષરનો આવો રહ્યો છે રેકોર્ડ

અક્ષર પટેલે ઘણી વખત ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું છે. અક્ષરે ભારત માટે 60 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેને 568 રન બનાવ્યા છે. આ સાથે 64 વિકેટ પણ લીધી છે. અક્ષરે 14 ટેસ્ટ મેચમાં 646 રન બનાવ્યા છે. આ દરમિયાન 55 વિકેટ લીધી છે. તેને T20 ઈન્ટરનેશનલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. અક્ષરે આ ફોર્મેટમાં 66 મેચ રમીને 498 રન બનાવ્યા છે. આ સાથે 65 વિકેટ પણ લીધી છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button