મલ્ટિનેશનલ કંપનીઓ ભારતના શેરબજારમાં વ્યાપેલી તેજીની રોકડી કરવામાં વ્યસ્ત છે. ગત વર્ષે એક ડઝનથી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓએ સ્થાનિક બિઝનેસમાં પોતાની હોલ્ડિંગમાં ઘટાડો કર્યો છે.
જ્યારે હ્યુન્ડાઈ અને એલજી સહિતની અડધા ડઝનથી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓ નવા આઈપીઓ લાવવાની તૈયારીઓ કરી રહી છે. વેબ્કો, આઈટીસી, સ્ટિરેનિક્સ, પરફોર્મન્સ મટિરિયલ્સ, ફેડરલ-મોગુલ ગોટઝે, ટિમકેન ઈન્ડિયા, મધરસન સુમી, જીએમએમ ફોલ્ડલર, થોમક કૂક અને વ્હર્લપૂલ સહિત તાજેતરમાં જીઈ ટી એન્ડ ડી કંપની ભારતીય શેરબજારની તેજીમાંથી લાભ મેળવવાની યાદીમાં જોડાઈ હતી. હાલ વિવિધ બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતીય શેરોના ઉચ્ચ મૂલ્યાંકનનો લાભ મેળવી રહી છે. વર્તમાન એવું સ્થિતિ સર્જાઈ છે કે, ભારતની પેટાકંપનીઓ વિદેશમાં કામ કરતી પોતાની પેરન્ટ કંપનીઓ કરતાં વધુ સારૂં પ્રદર્શન કરી રહી છે. તાજેતરના મહિનાઓમાં ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓએ ભારતીય બિઝનેસમાં પોતાના હિસ્સાની વેચવાલી કરી છે. જૂન મહિનામાં વેબ્કો એશિયાએ ઝેડએફ કોમર્શિયલ વ્હીકલ કન્ટ્રોલ સિસ્ટમમાં પોતાના 7.6 ટકા હિસ્સાની વેચવાલી કરી હતી. જેનું મૂલ્ય રૂ.2,287 કરોડ થાય છે. માર્ચમાં બ્રિટિશ અમેરિકન ટોબેકો કંપનીએ આઈટીસીમાં રહેલો પોતાનો 3.5 ટકા હિસ્સો વેચ્યો હતો. જેનું મૂલ્ય રૂ.17,485 કરોડ થયા છે. ગત માર્ચ મહિનામાં જાપાનની સુમિટોમો વ્રીન્ગ સિસ્ટમએ પોતાના 4.42 ટકા હિસ્સાની વેચવાલી કરી હતી. આ વેચાણ દ્વારા બહુરાષ્ટ્રીય કંપનીએ રૂ.3,630 કરોડ મેળ્યા હતા. ફેબ્રુઆરીમાં વ્હર્લપૂલએ ભારતીય યુનિટમાં રહેલા પોતાના વેચાવાલી કરી રૂ.3,880 કરોડની રોકડી કરી હતી.
Source link