GUJARAT

‘સેવા સંકલ્પના બે વર્ષ’ નામના પુસ્તકનું વિમોચન, રાજ્યના તમામ મંત્રીઓ રહ્યા હાજર

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર આગામી 12મી ડિસેમ્બરે સફળ સુશાસનના 2 વર્ષ પૂર્ણ કરી રહી છે. તેમની વિઝનરી લિડરશીપમાં આ 2 વર્ષ દરમિયાન પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગો સહિતના વિભાગોએ જનસેવાને સમર્પિત અનેકવિધ કલ્યાણ યોજનાઓનો સફળ અમલ કર્યો છે.

‘સેવા સંકલ્પના 2 વર્ષ’ નામના પુસ્તકનું વિમોચન

વર્તમાન સરકારે પાણી પુરવઠા, જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના માર્ગદર્શનમાં 2 વર્ષમાં કરેલી વિવિધ જનહિતલક્ષી યોજનાકીય સુવિધાઓની વિસ્તૃત માહિતીસભર પુસ્તિકાઓ પ્રકાશિત કરી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની વિવિધ જનહિતકારી યોજના તથા સિદ્ધિઓના ‘સેવા સંકલ્પના બે વર્ષ’ પુસ્તકોના વિમોચન સંપન્ન કર્યા હતા.

ત્રણેય પુસ્તકોના વિમોચન મંત્રીઓની ઉપસ્થિતિમાં થયા

પાણી પુરવઠા વિભાગે આ 2 વર્ષમાં રાજ્યભરમાં રૂપિયા 1090.39 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને 2045.63 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓના ખાતમૂહુર્ત કરવામાં આવ્યા છે. પાણી પુરવઠા વિભાગે રાજ્યના ગામોની ગ્રામીણ જનસંખ્યાને પીવાનું પુરતું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ છે, તેની સંપૂર્ણ વિગતો અને ભવિષ્યના આયોજનની વિસ્તૃત છણાવટ આ માહિતીસભર પુસ્તકોમાં કરવામાં આવી છે.

પુસ્તકમાં સરકારની સિદ્ધિઓ પ્રસ્તુત થયેલી છે

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જે પુસ્તિકાનું વિમોચન થયું છે, તેમાં ‘સૌને અન્ન-સૌને પોષણ’ અન્‍વયે રાજ્યના 74 લાખથી વધુ રેશનકાર્ડ ધારક પરિવારોના 3.69 કરોડ લોકોને અનાજ વિતરણ કરવામાં આવે છે તેની વિગતો આપી છે. સાથે વિવિધ યોજનાઓ તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા યોજના સહિતની યોજનાકીય સિદ્ધિઓ પ્રસ્તુત થયેલી છે.

જળ સંપત્તિ વિભાગે રાજ્યના દૂર દરાજના તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં સૌની, સુજલામ સુફલામ યોજના તેમજ ભૂગર્ભજળ સંગ્રહ વૃદ્ધિ માટેના અભિયાનોની સફળતા ‘સેવા સંકલ્પના બે વર્ષ’ પુસ્તકમાં વર્ણવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પુસ્તકોના વિમોચન કર્યા તે અવસરે સંબંધિત વિભાગના મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર તથા રાજ્યમંત્રી મુકેશ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button