ફિલ્મ પુષ્પા-2થી સમાચારોમાં રહેનારા અલ્લુ અર્જુને ફેન્સને એક વિનંતી કરી છે. મૂવીના પ્રિમીયરમાં ધક્કામુકક્કીની ઘટનામાં 1 મહિલાનું મોત થયું હતું. જે બાદ તેઓ પર ફરિયાદ દાખલ થતા એક રાત જેલમાં વિતાવી હતી. જો કે તેને જામીન મળી ગયા હતા પરંતુ પ્રક્રિયા પૂર્ણ ન થઇ હોવાથી જેલમાં રહેવુ પડ્યુ હતુ. આ ઘટનાને લઇને રાજકારણ પણ ગરમાયુ છે. તેલંગણા વિધાનસભામાં નેતાઓ અલ્લુ અર્જુન પર વાંધો ઉઠાવી રહ્યા છે તે વચ્ચે અલ્લુ અર્જુને ફેન્સને એક ખાસ વિનંતી કરી છે.
અલ્લુ અર્જુને કરી વિનંતી
અભિનેતા અલ્લુ અર્જુને તેના ચાહકોને વિનંતી કરી છે કે તેઓ તેમની લાગણી વ્યક્ત કરવા માટે ઑનલાઇન અને ઑફલાઇન કોઈપણ પ્રકારે અપમાનજનક ભાષા અથવા વર્તનનો ઉપયોગ ન કરે. રવિવારે, અભિનેતાની ટીમે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને ચાહકોને આ વિનંતી કરી.
અલ્લુ અર્જુને પોસ્ટમાં શું લખ્યું?
પોસ્ટમાં લખ્યું કે “હું મારા તમામ ચાહકોને અપીલ કરું છું કે તેઓ હંમેશાની જેમ જવાબદારીપૂર્વક તેમની લાગણીઓ વ્યક્ત કરે અને કોઈપણ પ્રકારની અભદ્ર ભાષા અથવા વર્તનનો ઓનલાઈન અને ઑફલાઈન આશરો ન લે.” અભિનેતાએ આગળ લખ્યું કે ફેક આઇડી અને ફેક પ્રોફાઇલ સાથે મારા પ્રશંસકના રૂપમાં ખોટી રીતે રજૂ કરનાપ કોઇ પણ અપમાન જનક પોસ્ટ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હું મારા પ્રશંસકોને અનુરોધ કરુ છું કે તેઓ આવી પોસ્ટ સાથે ન જોડાય.
તેલંગણાના મુખ્યમંત્રીએ લગાવ્યા છે આરોપ
ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગ અને એક મહિલાના મૃત્યુના સંદર્ભમાં તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી અને ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ તેલંગાણા વિધાનસભામાં અલ્લુ અર્જુન પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ આરોપ લગાવ્યો કે પોલીસની પરવાનગી ન મળવા છતાં તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુન 4 ડિસેમ્બરે જ્યાં ‘પુષ્પા 2’ બતાવવામાં આવી હતી જ્યાં તે થિયેટરમાં પહોંચ્યો હતો.. જો કે આ આરોપોનો જવાબ આપવા માટે અલ્લુ અર્જુને શનિવારે સાંજે તેના જ્યુબિલી હિલ્સ નિવાસસ્થાને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે તેલંગાણા વિધાનસભામાં રેવંત અને અકબરુદ્દીન દ્વારા કરાયેલા તાજેતરના નિવેદનોની સ્પષ્ટતા કરી હતી. અર્જુન તેના કાયદાકીય સલાહકાર સાથે નોટપેડમાંથી વાંચતી વખતે ભાવુક થઈ ગયો અને વિધાનસભામાં તેના પર લાગેલા તમામ નવા આરોપોને નકારી કાઢ્યા.