અલ્લુ અર્જુનને તેલંગણા હાઇકોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. થિયેટરમાં ભાગદોડ કેસમાં નીચલી કોર્ટે 14 દિવસ જેલમાં મોકલાવો આદેશ કર્યો હતો. આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જ્યાં હાઇકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા છે.
32 વર્ષીય મહિલાનું મોત
હૈદરાબાદના સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. તેલંગાણા હાઈકોર્ટે આ કેસમાં અલ્લુ અર્જુનને જામીન આપી દીધા છે. પોલીસે આજે સવારે જ અભિનેતાની ધરપકડ કરી હતી. આ પછી તેને પૂછપરછ માટે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. મહત્વનું છે કે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં 32 વર્ષીય મહિલાનું મોત થયું હતું.
હાઇકોર્ટે આપી રાહત
ફિલ્મ ‘પુષ્પા 2’ના એક્ટર અલ્લુ અર્જુનને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. 4 ડિસેમ્બરે પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં ફાટી નીકળેલી નાસભાગના સંબંધમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે એક બાળક બેભાન થઈ ગયું હતું.
શું હતો મામલો ?
મહત્વનું છે કે આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક ‘પુષ્પા 2’ આજે 5મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.. ફિલ્મને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, આ દરમિયાન હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છે કે ફિલ્મ રિલીઝ થયા પહેલા બુધવારે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ ની સ્ક્રીનિંગ રાખવામાં આવ્યુ હતું. જેમાં ફિલ્મનો હીરો અલ્લુ પણ હાજર રહ્યો હતો. આવી સ્થિતિમાં સાઉથ સુપરસ્ટારની એક ઝલક મેળવવા માટે થિયેટરની બહાર ભીડ એકઠી થઈ ગઈ અને થોડી જ વારમાં ત્યાં હંગામો મચી ગયો. ભાગાદોડીમાં અનેક લોકો પડી ગયા અને ઇજાગ્રસ્ત થયા હતા.
મહિલાનું મોત
પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો. આ દરમિયાન એક મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું હતુ એક વીડિયોમાં જોવા મળ્યું હતું કે ફિલ્મના પ્રીમિયરમાં આવેલો એક બાળક નાસભાગમાં બેહોશ થઈ ગયો હતો અને ત્યારબાદ પોલીસકર્મીઓ અને અન્ય લોકો તેને CPR આપીને બચાવતા જોવા મળ્યા હતા.