યાત્રાધામ અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી દિન દહાડે લૂંટ અને દાદાગીરી કરતા તત્વોની રંજાડ વધવા પામી છે જેમાં બે દિવસ પહેલા અંબાજીના યુવકને બે અજાણ્યા ઈસમોએ પીઠના ભાગે પાઇપ મારી 9700 રૂપિયાની લૂંટ કરતા અંબાજીમાં ભયના માહોલ સાથે ચકચારની લાગણી જન્મી હતી.
અંબાજીમાં ઘટેલ લૂંટની ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર બે ઈસમોને ઝડપી પાડયા હતા અન્ય કોઈ તત્વો આવું કૃત્ય ન કરે તથા વેપારીઓમાં ભયનો માહોલ દૂર થાય તે માટે આજે બંને આરોપીઓને બજારમાં સરઘસ રૂપે ફેરવવામાં આવ્યા હતા.
અંબાજીના નિર્મલ સનાલાલ જોશી નામના યુવકે નોંધાવેલ ફરિયાદ મુજબ તારીખ 23. 12. 24 ના રોજ સાંજના 7:00 વાગ્યાના સુમારે અંબાજી ખોડી વડલી સર્કલ નજીક તેમનું વાહન ઊભું રાખી તેમના વેપારના રૂપિયા 9,700 હાથમાં રાખી ઘણી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી બે અજાણ્યા ઈસમો આવેલા અને તે પૈકી એક ઈસમે નિર્મલ જોશીની પીઠ પાછળ સ્ટીલની પાઇપ મારેલ અને હાથમાં રહેલ પૈસા અમને આપી દે તેમ કહી રૂપિયા 9,700 જૂંટવી કમાન્ડર જીપમાં નાસી ગયેલ હોવાની વિધિસરની ફરિયાદ અંબાજી પોલીસ મથકે આપી હતી આપેલ ફરિયાદમાં તેમની સાથે થયેલ લૂંટ ઉપરાંત આ લૂંટ પહેલા આ બે ઈસમોએ યાસીનખાન મુરાદખાન પઠાણ રહે ભાટ વાસ અંબાજી વાળાને ડરાવી ધમકાવી તેઓ પાસેથી 8000 ની લૂંટ કરી હતી. તેમજ સંગીતાબેન અલ્પેશભાઈ રહે અંબાજીવાળા સાથે બોલાચાલી તકરાર કરી પૈસા આપ્યા વિના દાદાગીરી કરી ફ્ળો લઈ ગયા હતા. તેનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અંબાજીના રહીશ નિર્મલ જોશીના હાથમાંથી 9700 ની લૂંટ કરી ભાગેલ ઇસમો વિરુદ્ધ અંબાજી પોલીસ મથકે વિધિ સરની ફરિયાદ નોંધાતા અંબાજી પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડયા છે જેમાં પપ્પુ ભગા સોલંકી અને સુરેશ ગના સોલંકી બંને રહે જંબેરા વાળાને ઝડપી પાડી બંને આરોપીઓને બજારમાં ફેરવી ગુનેગારોમાં ધાક બેસાડવા અને પ્રજામાં ભયનો માહોલ દૂર કરવા પ્રયત્ન કરાયા હતા.
Source link