Gujarat Rain : અરબી સમુદ્રમાં લો-પ્રેશર, 3 દિવસ સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં યલો એલર્ટ જાહેર

અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાતા હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 25 થી 27 ઑક્ટોબર દરમિયાન વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે.
- ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ
IMDના અનુસાર, આ સિસ્ટમના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 50 કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેથી પોરબંદર અને ઓખા બંદર માટે લો-પ્રેશર સિગ્નલ DC-I અને હોઈસ્ટ સિગ્નલ LCS-3 જાહેર કરવામાં આવ્યા છે.
25 ઑક્ટોબરે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. 26 ઑક્ટોબરે આ વિસ્તાર ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર અને ભરુચમાં પણ ભારે વરસાદની આગાહી છે.
- ગાજવીજ સાથે હળવો થી મધ્યમ વરસાદ
27 ઑક્ટોબરે 21 જિલ્લામાં વરસાદ વધવાની સંભાવના છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મહેસાણા સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ 28 થી 30 ઑક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે.
 
				


