GUJARAT

Ambalal Patelએ ભર શિયાળામાં

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજયમાં ફરી વરસાદ સાથે કરા પડવાની આગાહી આપી છે,25 થી 27 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે અને તેના કારણે વરસાદ આવશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

જાણો કયાં પડી શકે છે કમોસમી વરસાદ : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા,સાબરકાંઠા, પંચમહાલ,ગાંધીનગર,અમદાવાદમાં કમોસમી વરસાદ પડી શકે છે,તો અમદાવાદમાં વાતાવરણમાં પણ પલટો આવી શકે છે સાથે સાથે કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 4 જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટા ફેરફારો આવે તેવી શકયતાઓ દેખાઈ રહી છે.

ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળશે અસર : અંબાલાલ પટેલ

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો અને સૌરાષ્ટ્ર કચ્છમાં શીત લહેર પણ ફરી વળી હતી પરંતુ મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો પ્રથમ મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ દેશના ઉત્તરીયા પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો છે. ત્યારે જેટ ધારા લીધે અને અને બંગાળના ભેજના કારણે અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ કરા, પવનના તોફાનો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે.

26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,26 જાન્યુઆરી બાદ રાજયમાં ફરી ઠંડીનું જોર વધશે સાથે સાથે,મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે તો ઉત્તર ગુજરાત,પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપામાન રહેશે અને ઉતરાયણ અને આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા છે.

23 ડિસેમ્બરથી ઠંડી વધવાની શકયતા : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે આ સિસ્ટમના કારણે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે,આ સિસ્ટમ બનવાથી 23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે અને બર્ફીલા પવનો ફૂંકાશે જેના કારણે કાતિલ ઠંડી પડશે,16 થી 22 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે,દક્ષિણ ગુજરાતના ભાગોમાં છાંટા થઈ શકે છે,જાન્યુઆરી માસમાં રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી પડશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button