GUJARAT

Gujarat Rain: વરસાદને લઇ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

રાજ્યમાં આજે ભારે વરસાદની સંભાવના નહિવત છે. જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની ઝાપટાની સંભાવના છે. તેમજ રાજ્યમાં આજથી તાપમાનનો પારો વધશે. વાતાવરણ સુક્કુ થતાં ગરમીમાં વધારો થશે. તેમજ ગરમીના સાથે ભેજનું પ્રમાણ વધતા બફારો વધશે. તથા અમદવાદમાં તાપમાન 35 ડિગ્રી પાર જવાની સંભાવના છે.

8 થી 10 ઓકટોબર દરમિયાન આ વરસાદ વરસી શકે છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજયમાં હજી પણ વરસાદની આગાહી છે. 8 થી 10 ઓકટોબર દરમિયાન આ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડી શકે છે.10 થી 14 ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે.વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે. સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે. હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.

નવરાત્રિ દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે. ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શકયતા છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શકયતા છે.10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવાની શકયતાઓ છે.સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ આજથી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર બંગાળ ઉપ સાગરમાં ચક્રવાત થવાની શકયતા રહશે. નવરાત્રિ દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button