હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે,તેમનું કહેવું છે કે,રાજ્યમાં બે દિવસ બાદ માવઠાથી મળશે રાહત,અને ત્યારબાદ વરસાદના માવઠાનો માર યથાવત રહી શકે છે.માર્ચ-એપ્રિલ 2025 સુધી માવઠા રહી શકે તેવી આગાહી કરવામાં આવી છે.22 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે જેના કારણે વરસાદ વરસી શકે છે.બંગાળની ખાડીમાં હાલ ચક્રાવત છે જેની સીધી અસર ગુજરાત પર પડી શકે છે.
25 ઓક્ટોબરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે : અંબાલાલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,વાવાઝોડાના પગલે પવન સાથે વરસાદ પડી શકે ચે.મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે,7 થી 13 નવેમ્બરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને 13 નવેમ્બરે અરબી સમુદ્રમાં હલચલ થશે સાથે સાથે 17 થી 20 નવેમ્બરે બંગાળની ખાડીમાં એક વાવાઝોડુ સર્જાઈ શકે છે જેને લઈ તેની અસર ગુજરાતના અમુક જિલ્લાઓમાં થઈ શકે છે.ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હવામાન પલટાશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવશે.
વર્ષ 2027માં ગરમી અને ચક્રવાતનું પ્રમાણ વધશે : અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વર્ષ 2027માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે,અંબાલાલનું માનવું છે કે,ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણ કોઈ પણ સમયે બદલાઈ શકે છે સાથે સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો,લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી જરૂરી છે.જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.
અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે
આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે તેમજ ૨૨ થી ૨૪ ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે સાથે સાથે ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે.દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.બપોર પછી વરસાદ ગાજવીજ સાથે આવી શકે છે.કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે.૨૯-૩૦ ઓક્ટોબરના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે.
Source link