અમદાવાદ મનપાના સત્તાધીશો કચરામાં પણ કરોડો રૂપિયાના કૌભાંડ કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીરાણા ખાતે આવેલા ડમ્પીંગ સાઈટમાં કચરાના નિકાલ માટે 65ના બદલે 25 ટ્રેનિંગ મશીન મુકાયા અને પૈસા પૂરા ચૂકવ્યા હોવાનો આરોપ થઈ રહ્યો છે.
ગણતરીના વર્ષોમાં જ કચરાનો નિકાલ થઈ જશે તેવો વાયદો કરાયો હતો
શહેરના નારોલ વિસ્તારમાં આવેલી પીરાણા ડમ્પીંગ સાઈટના કારણે શહેરની ચમક પર તો દાગ લાગે જ છે, પરંતુ તે કચરાની દુર્ગંધ અને તે બાળવામાં આવે જેના કારણે આસપાસના લોકોને ચામડીના રોગ થઈ રહ્યા છે, શુદ્ધ હવામળી રહી નથી. જેથી એ કચરાનો નિકાલ કરવા આયોજન કરાયું હતું, જેના માટે 65 જેટલા ટ્રોપિંગ મશીન મૂકવામાં આવ્યા અને હવે ગણતરીના વર્ષોમાં જ કચરાનો નિકાલ થઈ જશે તેવો વાયદો કરાયો હતો. પરંતુ તેમાં હવે કચરાનો નિકાલ નહીં, પરંતુ તેમાં કૌભાંડ થયું હોવાના આરોપ લાગી રહ્યા છે.
કચરાનો નિકાલ કરવા માટે 65 પૈકી 25 મશીન જ મૂકવામાં આવ્યા
વિપક્ષ નેતાના કહેવા મુજબ 4 વર્ષમાં જ 100 કરોડ રૂપિયાની ચુકવણી તો કરી દેવામાં આવી છે, પરંતુ કામ બરાબર થતું નથી. 65 મશીન મૂકી કચરાની સફાઈ કરી તેનો નિકાલ કરવાનો હતો, પરંતુ 65 પૈકી 25 મશીન જ મૂકવામાં આવ્યા છે અને પેમેન્ટ 65નું કરાઈ દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહી રહ્યા છે કે અહીં 1980થી આજ સુધીનો કચરો એકઠો થયો છે. 2016માં સ્વચ્છ ભારત મિશન હેઠળ આ કચરાના નિકાલ માટે આયોજન કરાયું અને 500 રૂપિયા મેટ્રિક ટન મુજબ ટેન્ડર અપાયું છે.
45 એકર જમીન ખુલ્લી કરવામાં આવી
35થી 40 એજન્સીને આ કામગીરી સોંપવામાં આવી છે. 125 મેટ્રિક ટન કચરાનો નિકાલ થઈ ગયો છે અને 45 એકર જમીન ખુલ્લી થઈ ગઈ છે. કોંગ્રેસના શાસન દરમિયાન જે પ્રશ્નો હતા તેનો નિકાલ કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. અનેક જગ્યા પર વિકાસ કાર્યોની કામગીરી ચાલી રહી છે, પરંતુ વિપક્ષ તેમાં રોડા નાખવાની કામગીરી કરી રહ્યું છે. ખારીક્ટ કેનાલ હોય, રોડ રસ્તા હોય કે કોઈ અન્ય બાબત હોય તેમ ભ્રષ્ટાચારના આરોપ થઈ રહ્યા છે, ત્યારે હાલમાં કચરાના ઢગલાનો નિકાલ થાય તે જરૂરી છે.
Source link