GUJARAT

Ahmedabad: હોટેલ પ્રાઈડમાં સૂપમાંથી નીકળી જીવાત, AMCએ કિચન કર્યુ સીલ

  • જમવાની વસ્તુઓમાંથી જીવાત, જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ યથાવત
  • સૂપમાંથી જીવાત નીકળતા AMCમાં કરવામાં આવી ફરિયાદ
  • ફરિયાદના આધારે હોટેલના કિચનમાં ચેકીંગ કરવામમાં આવ્યું અને ત્યારબાદ હોટેલનું કિચન સીલ કરાયું

અમદાવાદ સહિત રાજ્યભરમાં જમવાની વસ્તુઓમાંથી જીવાત, જીવજંતુઓ, મૃત ગરોળી, વંદો, માખી જેવી વસ્તુઓ નીકળવાનો સિલસિલો અટકવાનું નામ જ લઈ રહ્યો નથી, ત્યારે શહેરમાં ફરી એક વખત જમવાની ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે.

સૂપમાંથી જીવાત નીકળવાની ઘટના બાદ ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી

અમદાવાદની હોટેલ પ્રાઈડમાં સૂપમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સૂપમાંથી જીવાત નીકળવાની ઘટના બાદ ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી અને ત્યારબાદ ફરિયાદ આધારે હોટલ પ્રાઈડના કિચનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ચેકિંગ બાદ હોટેલનું કિચન સીલ કરવામાં આવ્યું છે.

ગઈકાલે રાત્રે જ હિંમતનગરના માર્ટીનોઝના પીઝામાંથી નીકળી હતી માખી

જમાવાની વસ્તુઓમાંથી માખી નીકળવાની ઘટના ગઈકાલે પણ સામે આવી હતી. ગઈકાલે રાત્રે જ સાબરકાંઠાના હિંમતનગરમાં જમવાની ચીજવસ્તુઓમાંથી માખી નીકળવાની ઘટના સામે આવી હતી, માર્ટીનોઝ પીઝામાંથી માખી નીકળી હતી. ઉલ્લેખનીય છે કે ગ્રાહકે ઝોમેટો એપ્લિકેશનમાંથી ઓનલાઈન જ પીઝાનો ઓર્ડર કર્યો હતો, ત્યારબાદ પીઝામાંથી માખી નીકળતા ગ્રાહકે માર્ટીનોઝ પીઝાની બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી, જો કે માર્ટીનોઝ પીઝાના માલિકે પીઝા તેમની બ્રાન્ચના હોવાની વાતને નકારી કાઢી હતી અને ગ્રાહકને ઝોમેટોમાં ફરિયાદ કરવા માટે જણાવ્યું હતું.

આ પહેલા પણ અમદાવાદમાં ડોમિનોઝના પિઝા બોક્સમાંથી જીવાત નીકળી હતી

થોડા સમય પહેલા જ અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી ડોમિનોઝ બ્રાન્ચના પિઝા બોક્સમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી હતી અને આ ઘટના બાદ ખળભળાટ મચી ગયો હતો. પિઝા બોકસમાંથી જીવાત નીકળવાનો વીડિયો પણ ગ્રાહક દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો અને આ વીડિયોમાં ડોમિનોઝ પિઝા દ્વારા આપવામાં આવેલા બોક્સની આસપાસ જીવતી જીવાત ફરતી જોવા મળી રહી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શહેરમાં અનેક જગ્યાએથી જમવાની ચીજવસ્તુઓમાંથી આ પ્રકારની વસ્તુઓ નીકળવાની ઘટનાઓ સામે આવી છે અને ગ્રાહકો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવતી હોય છે પણ હોટલના સંચાલકો અને માલિકો સુધરવાનું નામ લઈ રહ્યા નથી. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button