અમેરિકન સંરક્ષણ કંપની લોકહીડ માર્ટિન અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડે મંગળવારે ભારતમાં C-130J સુપર હરક્યૂલસ ટેક્ટિકલ એરલિફ્ટર બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહના અમેરિકા પ્રવાસના થોડા દિવસો બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે બન્ને દેશો વચ્ચે આ એક મોટી ડીલ છે.
મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્રોજેક્ટને આગળ વધારાશે
આ કરાર હેઠળ આ જહાજોની જાળવણી, સમારકામ, ઓવરહોલ જેવી સુવિધાઓ ભારતમાં જ ઉપલબ્ધ થશે. આ ભારતીય વાયુસેનાના હાલના 12 C-130J ફ્લીટ માટે પણ ફાયદાકારક રહેશે. આ કરાર સાથે મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્રોજેક્ટને આગળ વધારવામાં આવશે.
ભારતીય વાયુસેના 80 મધ્યમ કાર્ગો પ્લેન ખરીદવાની તૈયારી
ભારતીય વાયુસેના 80 મધ્યમ પરિવહન વિમાન ખરીદવાની તૈયારી કરી રહી છે. ગયા વર્ષે RFI એટલે કે પ્રારંભિક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. લોકહીડ માર્ટિને RFIનો જવાબ આપ્યો કારણ કે C-130J-30 સુપર હરક્યૂલસ ભારતીય વાયુસેનાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે યોગ્ય છે.
ચાલો જાણીએ આ પ્લેનની તાકાત..
ભારતીય વાયુસેના પાસે 11 C-130J સુપર હરક્યૂલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. આને વ્યૂહાત્મક એરલિફ્ટર્સ કહેવામાં આવે છે. આ એરક્રાફ્ટમાં 92 મુસાફરો, 64 હવાઈ સૈનિકો, 6 પેલેટ્સ અથવા 74 દર્દીઓ સાથે 5 તબીબી સ્ટાફને લિફ્ટ કરી શકે છે. તેની અંદર 2 કે 3 મોટી હમવી જીપ ભરી શકાય છે. તે તેના નામની જેમ શક્તિશાળી છે.
આ કાર્ગો પ્લેન 70 હજાર કિલોગ્રામથી વધુ વજન વહન કરી શકે છે
97.9 ફૂટ લાંબુ અને 38.10 ફૂટની પાંખો ધરાવતું આ કાર્ગો પ્લેન 38.10 ફૂટની ઊંચાઈ ધરાવે છે. જ્યારે આ પ્લેન ખાલી થાય છે ત્યારે તેનું વજન 34,374 કિલો છે. પરંતુ તે પોતાની સાથે 70 હજાર કિલોગ્રામથી વધુ વજન વહન કરી શકે છે. તે 22 હજાર ફૂટની ઉંચાઈ પર મહત્તમ 670 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
આ કાર્ગો પ્લેનની ક્રૂઝ સ્પીડ 644 કિમી પ્રતિ કલાક
સામાન્ય રીતે તેની ક્રૂઝ સ્પીડ 644 કિમી પ્રતિ કલાક છે. તેની રેન્જ 3300 કિમી છે. વધુમાં વધુ 28 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. આના ઉપર લઈ જવા માટે તેનું વજન ઘટાડવું પડશે. જ્યારે આ કાર્ગો પ્લેન ખાલી હોય છે ત્યારે મહત્તમ 40 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે.
Source link