મહાનાયક, સરકાર, અજુબા આ તમામ વિશેષણો બોલિવૂડ ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન ઉપર ફિટ બેસે છે. પોતાના સાડા પાંચ દાયકાના કરિયરમાં તેમને 200થી વધુ ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથર્યા છે. આજે અમિતાભ બચ્ચન બોલિવૂડના એક મહત્ત્વના પદ પર છે જ્યાં શાહરૂખ ખાન, સલમાન ખાન જેવા સુપરસ્ટાર પણ તેઓની મર્યાદા રાખે છે. સન્માન આપે છે. પરંતુ શું તમને ખબર છે કે, અમિતાભ બચ્ચન જેને બોલિવૂડના મહાનાયક કહેવામાં આવે છે તેઓને બોલિવૂડ શબ્દ જ પસંદ નથી. તેઓને બોલિવૂડ શબ્દથી નફરત છે.
વર્ષ-1969માં ‘સાત હિન્દુસ્તાની’ના નામથી હિન્દી ફિલ્મમાં આવી હતી. જેમાં અમિતાભ બચ્ચને કામ કર્યું હતું. આ ફિલ્મથી બીગ-બીએ બોલિવૂડમાં પ્રથમ ડગલું માંડયું હતું. ત્યારબાદ તેઓને કદી પાછળ વળીને જોયું નથી. શોલે, દીવાર, ત્રિશૂલ, મહોબતે જેવી હિટ ફિલ્મો આપી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યા છે. તેઓએ એકપછી એક હિંદી ફિલ્મો કરતા ગયા. અને છેલ્લે બોલિવૂડના મહાનાયક તરીકે દર્શકો અને દેશના લોકો વચ્ચે સ્થાપિત થઈ ગયા છે.
અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે
11 ઑકટોબરના રોજ અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. તેઓ પોતાનો 82મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ અને તેઓના તમામ પસંદ કરનારાઓ તેમને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે. આ પ્રસંગે ચાલો જાણીએ કે તેઓને બોલિવૂડ શબ્દથી નફરત શા માટે છે.
‘બોલિવૂડ’ નહિ અમિતાભને આ કહેવું પસંદ
અમિતાભ બચ્ચે વર્ષો અગાઉ જ આની પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓ બોલિવૂડ કરતાં ભારતીય સિનેમા કહેવું પસંદ કરે છે. તેઓનું માનવું છે કે, બોલિવૂડ ઘણા અર્થમાં હોલિવૂડથી આગલ છે. એટલે તેઓને લાગે છે કે આપણે પોતાની સિનેમા દર્શાવવા માટે વિશ્વના કોઈ બીજા હિસ્સાથી શબ્દ ઉધાર લેવાની કોઈ જ જરૂર નથી. તેઓએ એવું પણ કહ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો હિસ્સો હોવાનો તેઓ ગર્વ અનુભવે છે.
અમિતાભ બચ્ચન આજે ભલે બોલિવૂડના મોટા અને દિગ્ગજ અભિનેતા હોય પરંતુ જુવાનીમાં તેઓ અભિનય નહીં પરંતુ કોઈ બીજા ફિલ્ડમાં જવા માગતા હતા. તેઓ એન્જિનિયર બનવા ઈચ્છતા હતા. તેઓ એન્જિનિયર બનાવા માગતા હતા અને એરફોર્સમાં જવાની ઈચ્છા હતા. જો કે, ભાગ્યને કંઈક બીજું મંજૂર હતું અને તેઓ બોલિવૂડના મહાનાયક બની ગયા છે.
Source link