અમરેલી જુનાગઢ અને આણંદ જિલ્લામાં લગ્ન પ્રસંગે સોનાના દાગીના ની ચોરી કરતી ગેંગના એક સભ્યને અમરેલી પોલીસે મુદ્દા માલ સાથે પકડી પાડ્યો અને 3 જિલ્લાની ચોરીનો ભેદ ઉકેલતી એલસીનીની ટીમ…
લગ્ન પ્રસંગમાં સોનાના દાગીના ની ચોરીનો ભેદ અમરેલી પોલીસે ઉકેલો છે અમરેલી જુનાગઢ અને આણંદ એમ કુલ ત્રણ જિલ્લાની ચોરીનો ભેદ ઉકેલાયો રાજેશ હરિભાઈ રેણુકા ઉંમર વર્ષ 55 અમરેલીના ભોજલપરા વિસ્તારમાં રહેતા એ દીકરીના લગ્ન પ્રસંગે તારીખ 25 11 24 ના રોજ ગણેશ પાર્ટી પ્લોટ માં પ્રસંગ રાખેલો પોતાની દીકરીને કન્યાદાનમાં આપવા માટે સોનાનો સેટ બુટ્ટી અને આશરે ત્રણ તોલાનો ચેન સહિત ઘરેણા કુલ કિંમત રૂપિયા 2.63,800 ના ઘરેણા પોતાની પત્ની પાસે થેલામાં હતા અને તે દરમિયાન કોઈ અજાણ્યો ચોર આવી અને આ દાગીનાની થેલી ઉપાડી ગયો જેની અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
આ ફરિયાદના આધારે અમરેલી પોલીસે જુદી જુદી ટીમ બનાવી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. અમરેલી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને એક્ઝિટ પોઇન્ટ ની તપાસ કરી અને શંકાસ્પદ હાલતમાં સોનાના દાગીના સાથે એક વ્યક્તિ ને પકડી પાડ્યો અને તેમની પૂછપરછ કરતા અમરેલી જુનાગઢ તેમજ આણંદ જિલ્લાની ચોરીઓની કબુલાત આપી અને ચોરીમાં સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
આરોપી વિકાસ સાચી ઉંમર વર્ષ 23 રહેવાસી મુંગાવલી તાલુકો પચોર જીલ્લો રાજગઢ કુલ મળીને 14,31,000 નો મુદ્દામાલ અમરેલી પોલીસે પકડી પાડ્યો પોલીસ ટીમની વચ્ચે ઘેરાયેલો આરોપી વિકાસ સાંસી એ ચોરીની ઘટનાને અંજામ આપવાનો મુખ્ય સૂત્રધાર હતો તેમ જુદા જુદા સ્થળે તેમણે કરેલા ગુનાની કબુલાત આપી અને મુદ્દામાલ પણ પોલીસને કબ્જે લીધો છે પોલીસ હજુ આ આરોપી પાસેથી અન્ય કેટલા ઈસમો સાથે હતા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી છે
Source link