ડાકોર મંદિરમાં લાડુના પ્રસાદમાં અમુલ ઘીના લીધે લાડુ બગડી જતા હોવાનો સેવક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઈને અમૂલ ડેરીના એમ.ડી. ડૉ. અમિત વ્યાસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે અમૂલ ડેરીના એમડી ડૉ. અમિત વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ડાકોર મંદિરના સેવક આશિષભાઈ દ્વારા કરવામાં આવેલ આક્ષેપ પાયાવિહોણા છે. આશિષભાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તિરૂપતિ મંદિરના પ્રસાદ મુદ્દે અમૂલનો ખુલાસો
વ્યાસએ વધુમાં કહ્યું કે, અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે, ડાકોર મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવેલ આક્ષેપ પાયાવિહોણા છે. તિરૂપતિ મંદિરમાં પણ પ્રસાદની ગુણવત્તા બાબતે પ્રશ્નો થયા છે જેમાં અમૂલ ડેરી સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા પરંતુ અમૂલ ડેરી તિરૂપતિ મંદિરમાં ઘી સપ્લાય કરતું જ નથી એટલે આક્ષેપ બાબતે કોઈ પ્રશ્નો જ ઉભા થતાં નથી. અને જેમણે આક્ષેપ લગાવ્યા છે તેમની સામે અમૂલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
માર્ચ 2024થી ડાકોર મંદિરમાં ઘી સપ્લાય કરવામાં આવે છે: MD
ડાકોર મંદિરની અંદર માર્ચ 2024થી અમૂલ ડેરી ઘી સપ્લાય કરે છે. અમૂલ ડેરી 78 વર્ષ જૂની સંસ્થા છે. આ બ્રાન્ડ દેશમાં જ નહીં પણ વિદેશમાં પ્રખ્યાત છે. અમૂલની ગુણવત્તાને લઈને દેશની સાથે વિશ્વના લોકો પણ અમૂલ પર વિશ્વાસ મૂકે છે. અને જ્યારે આ પ્રકારનો આક્ષેપ લગાવ્યો છે. અમૂલ ડેકી તેનું ખંડન કરે છે. અને આ બધા ખોટા આક્ષેપોને સ્વીકારતી નથી. અમૂલ ડેરી જે ઘી બનાવે છે તે ગાય અને ભેંસના દૂધમાંથી બનાવે છે. દૂધ અને ઘીના સેમ્પલ જીસી દ્વારા તપાસ કરીને અને તેના પછી આધુનિક ટેક્નોલોજી દ્વારા બનાવીને તે ઘીને માર્કેટ સુધી પહોંચાડવામાં આવે છે. અને લોકો તેને વિશ્વાસ પૂર્વક વાપરે છે. જેથી પૂજારી દ્વારા કરવામાં આવેલ આક્ષેપ પાયાવિહોણા છે અને અમે તેમની સામે કાયદેસરની કરીશું.
Source link