SPORTS

Cricket: ચિંતન ગજાનો ઓલરાઉન્ડ દેખાવ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બી-ગ્રાઉન્ડ ખાતે રમાતી રણજી ટ્રોફી ઇલિટ ગ્રૂપ-બીની મેચમાં બીજા દિવસની રમતના અંતે આંધ્રપ્રદેશ સામે ગુજરાતે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી. ગુજરાતનો પ્રથમ દાવ 367 રનના સ્કોરે સમેટાયો હતો. તેની સામે આંધ્રની ટીમે પાંચ વિકેટે 137 રન બનાવ્યા હતા અને હજુ તે 230 રન પાછળ છે.

સ્ટમ્પના સમયે શ્રીકર ભરત 72 બોલમાં 12 બાઉન્ડ્રી અને બે સિક્સર વડે 78 તથા નીતીશકુમાર રેડ્ડી 34 રન બનાવીને રમી રહ્યા હતા. ગુજરાત માટે સુકાની ચિંતન ગજાએ 40 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. અરઝાન અને પ્રિયજીતસિંહે એક-એક વિકેટ ખેરવી હતી.સવારના તબક્કામાં ગુજરાતે આઠ વિકેટે 289ના સ્કોરને આગળ વધારવાનું શરૂ કર્યું હતું. ચિંતન 152 બોલમાં આઠ બાઉન્ડ્રી અને બે સિક્સર વડે 92 રન બનાવીને આઉટ થયો હતો. અરઝાન 82 રને અણનમ રહ્યો હતો. બંને વચ્ચે નવમી વિકેટ માટે 164 રનની ભાગીદારી નોંધાઇ હતી. આંધ્રપ્રદેશ માટે લલિત મોહન અને સત્યનારાયણ રાજુએ ત્રણ-ત્રણ વિકેટ હાંસલ કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button