હળવદ તાલુકામાં અને ખાસ રણકાંઠા વિસ્તારમાં પડી ગયેલા ભારે વરસાદ બાદ તાલુકાના કીડી ગામમાં ગંદકી અને પાણીજન્ય કે કોઈ ભેંદી રોગચાળા એ દેખાદેતા પાછલાં પંદર દિવસમાં ત્રણ બાળકોના મોત થયા છે જ્યારે અન્ય સત્તર જેટલા બાળકો સારવારમાં હોવાની માહિતી મળી રહી છે
જોકે આ અંગે કીડી ગામની પ્રા.શાળા માં તપાસ કરતા શાળાના ચૌદ બાળકો રોગચાળા ના ભરડા માં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે ત્રણ બાળકોના મોત તાવને કારણે આવ્યા હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે હળવદ તાલુકા ના ટીકર આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા કીડી ગામ માં પડેલા ભારે વરસાદના કારણે અને ગામમાં ગંદકી અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું હોય તેમ ખાસ બાળકો માં તાવ ની વધુ અસર જોવા મળી હતી વરસાદ બાદ કીડી ગામે ભેદી રોગચાળાએ અજગર ભરડો લીધો હોય તેમ છેલ્લા 15 દિવસમાં ત્રણ બાળકોના બીમારીના કારણે મૃત્યુ થયા છે. જોકે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બે બાળકોનું અન્ય બીમારી તેમજ એક બાળકનું તાવના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે હાલ ગામમાં 17 જેટલા બાળકો બીમાર હોય અને ઘરે જ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ ના આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા સતત તપાસ ચાલી રહી છેક્યાં રોગથી મોત એ નક્કી નથી થતું
હળવદ તાલુકા બ્લોક હેલ્થ અધિકારી દોશી ના જણાવ્યા મુજબ કીડી ગામે ત્રણ બાળકો ના મોત થયા છે પરંતુ પ્રાથમિક રિપોર્ટ માં ક્યાં રોગ થી મોત થયું એ નક્કી થતું નથી તાવ ના કારણે મોત થયા હતા એ નક્કી છે
જિલ્લા આરોગ્ય અધિકારી શું કહે છે?
જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી બાવરવાએ પણ ત્રણ બાળકોના મૃત્યુની ઘટનાને સત્ય ગણાવી એક બાળકનું મેળામાં પડી જવાથી, બીજા એક બાળકને ગળામાં ટોન્સિલ અને ત્રીજા બાળકનું તાવની બીમારી બાદ મૃત્યુ નિપજતા હાલમાં છેલ્લા બે દિવસથી કીડી ગામના આરોગ્ય વિભાગે સર્વેક્ષણ શરૂ કર્યું છે અને વાદળીયા વાતાવરણને કારણે રોગચાળો વધ્યો હોવાનું જણાવ્યું હતું.
ત્રણ બાળકોનાં મોત
કીડી ગામની વસ્તી 1700 ની છે જેથી નાના એવા ગામમાં પંદર દિવસમાં ત્રણ બાળકોના મૃત્યુ થતાં ગામમાં પણ ફ્ફ્રાટ ફેલાયો છે.ગત તારીખ 28/8 ના રોજ આશિષ ઉંમર વર્ષ 11 નું મૃત્યુ થયું હતું જ્યારે 10-9-2024 ના રોજ જેન્સી ઉમર વર્ષ 2 અને 12/9/ 2024 ના રોજ ભાવેશ ઉંમર વર્ષ 10 નું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.
શાળાના આજે પણ 17 બાળકો ગેરહાજર
કીડી ગામ ની પ્રા.શાળા ના આચાર્ય રાજુભાઈ પરમાર ના જણાવ્યા મુજબ શાળા માં એક અઠવાડિયા થીચૌદ બાળકો ગેર હાજર હતા અને ચૌદ ગેર હાજર બાળકો ના નામ નું લિસ્ટ ગામ ના આરોગ્ય કેન્દ્ર માં આપવામાં આવ્યું હતું અને બાળકો ને ક્યાં પ્રકાર ની બીમારી છે તેની તપાસ કરવા જણાવ્યું હતું
Source link