ભારતે ફરી એક વખત પાકિસ્તાનને હરાવ્યું છે. આ વખતે ક્રિકેટ મેચ કે યુદ્ધમાં નહીં પણ પુશઅપ કરવાની સ્પર્ધામાં એક ભારતીય સમગ્ર પાકિસ્તાન સામે ભારે પડ્યો છે અને પાકિસ્તાનને પરાસ્ત કરી દીધું છે.
પુશઅપ કરીને રોહતાસ ચૌધરીએ નવો રેકોર્ડ બનાવ્યો
પુશઅપમાં ભારતે પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો છે. રોહતાસ ચૌધરીએ પાકિસ્તાનનો પુશઅપનો રેકોર્ડ તોડ્યો છે અને માત્ર 45 મિનિટમાં 704 પુશઅપ કરીને રોહતાસ ચૌધરીએ નવો રેકોર્ડ બનાવ્યો અને આ ભારતીયએ માત્ર 45 મિનિટમાં પાકિસ્તાનના રેકોર્ડને ધ્વસ્ત કરી દીધો છે. તમને જણાવી દઈએ કે રોહતાસ ચૌધરીએ અગાઉ જાન્યુઆરી 2024માં 37 કિલો વજન સાથે પુશઅપ કરીને સ્પેનનો પણ રેકોર્ડ તોડ્યો હતો. તમને જણાવી દઈએ કે રોહતાસે એક પગે પુશઅપ કરીને રેકોર્ડ બનાવ્યો છે.
અગાઉ આ ખેલાડીએ સ્પેનનો પણ રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો
ઉલ્લેખનીય છે કે પુશઅપ કરવાનો રેકોર્ડ અગાઉ પાકિસ્તાનના નામે હતો. પાકિસ્તાનના નામે 27 કિલો વજન સાથે 534 પુશઅપનો રેકોર્ડ હતો, જે ભારતના ખેલાડી રોહતાસ ચૌધરીએ તોડ્યો છે અને આ સાથે જ ખેલાડીએ પોતાના નામની સાથે સાથે દેશનું નામ પણ સમગ્ર વિશ્વમાં ગુંજતું કર્યું છે. અગાઉ આ જ ખેલાડીએ 37 કિલો વજન સાથે સ્પેનનો પણ રેકોર્ડ તોડ્યો હતો અને દેશનું નામ રોશન કર્યું હતું.
રોહતાસ ચૌધરી જીતેલો એવોર્ડ વડાપ્રધાન મોદીને અર્પણ કરશે
તમને જણાવી દઈએ કે રોહતાસ ચૌધરીએ અગાઉ જ્યારે એવોર્ડ જીત્યો હતો તો તે એવોર્ડ કોવિડમાં મૃત્યુ પામેલા પોલીસ જવાનોને અર્પણ કર્યો હતો. ત્યારે પાકિસ્તાન સામે રેકોર્ડ તોડીને રોહતાસ ચૌધરીએ જીતેલો એવોર્ડ આ ખેલાડી પીએમ મોદીને અર્પણ કરશે.
Source link