કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રીએ આણંદની મુલાકાત લીધી અને NDDBના ડાયમંડ જ્યુબિલીની ઉજવણીમાં હાજરી આપી હતી. અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
લાલ બહાદૂર શાસ્ત્રીજીએ NDDBની સ્થાપના કરી હતી: અમિત શાહ
ત્યારે કાર્યક્રમમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 5 કરોડ પશુપાલકો આજે સુખ, શાંતિથી જીવી શકે છે, સતત કામ કરવાથી પરિવર્તન આવે છે. વર્ષ 1964માં NDDBની સ્થાપના થઈ હતી. લાલ બહાદૂર શાસ્ત્રીજીએ NDDBની સ્થાપના કરી હતી. 70 વર્ષ બાદ સહકારિતા મંત્રાલય દેશમાં બન્યું, PM મોદીએ સહકારિતા મંત્રાલય બનાવ્યું અને આજે મહિલા ખેડૂતોને આ સહકારિતાથી મોટો ફાયદો થઈ રહ્યો છે.
NDDBના કાર્યક્રમમાં આપી હાજરી
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા સીટના સાંસદ અમિત શાહનો આજે જન્મદિવસ છે અને આ પ્રસંગે તેઓ ગુજરાતના પ્રવાસે છે. આજે કેન્દ્રીય મંત્રી અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે અને તેમને આજે પોતાના પ્રવાસની શરૂઆત આણંદથી કરી છે. જ્યાં તેમને ટી.કે. પટેલ ઓડીટોરિયમમાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB)ના કાર્યક્રમમાં હાજરી આપી અને સંબોધન પણ કર્યું.
બપોર બાદ ગાંધીનગરમા અનેક કાર્યક્રમમાં ગૃહમંત્રી આપશે હાજરી
ત્યારે બપોરે સવા 3 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગરના સેક્ટર 8માં પાર્ટી કાર્યાલય ‘શ્રી કમલમ’નો શિલાન્યાસ કરશે અને ત્યારબાદ સાંજે સવા 4 કલાકે મહાત્મા મંદિરમાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળની 14મી નેશનલ કોન્ફરન્સમાં હાજરી આપશે. ત્યારે ખાસ વાત એ છે કે, 19 વર્ષ બાદ ગાંધીનગરમાં આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજનો કેન્દ્રીય મંત્રી અમિત શાહનો છેલ્લો કાર્યક્રમ ગાંધીનગરના કડી સર્વે વિદ્યાલયના કેમ્પસમાં આયોજિત છે. જ્યાં તેમના દ્વારા શૈક્ષણિક શિષ્યવૃતિનું વિતરણ કરવામાં આવશે.
Source link