ENTERTAINMENT

Ananya Panday: જંગલ સફારી પર અનન્યા પાંડે નીકળી, વેકેશનના ફોટા શેર કર્યા

કામ ઉપરથી વિરામ લઈ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે ફરવી નીકળી પડી છે. કરિના કપૂર, આલિયા ભટ્ટ બાદ અનન્યા પાંડે તંઝાનિયાની નેશનલ પાર્કમાં વેકેશન ગાળવા પહોંચી ગઈ છેય જેના ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

 

સ્ટુડન્ટ ઓફ ધ યર-2થી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરનાર અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેને આજે કોઈ ઓળખની જરૂર નથી. કોલ મી બે દ્વારા તેણે દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું અને સીટીઆરએલ મૂવીમાં તેના અભિનયને પણ લોકોએ પસંદ કર્યો. બેક-ટુ-બેક સિરીઝ અને ફિલ્મો રિલીઝ થયા બાદ અનન્યાએ કામમાંથી બ્રેક લીધો છે અને તંઝાનિયા ફરવા ગઈ છે.

જંગલી જનાવરો વચ્ચે વેકેશન ગાળ્યું

અભિનેત્રી અનન્યા પાંડેએ ગત દિવસે એટલે કે, ગુરુવારે તંઝાનિયામાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેઝ સાઈટ એરિયા ફરવા ગઈ હતી. અને ત્યાંના ફોટા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યા હતા. જેને લોકોએ ખૂબ પસંદ કર્યા હતા. હવે 18 ઑક્ટોબરે એકટ્રેસે તંઝાનિયાના નેશનલ પાર્કના ફોટા અને વીડિયો શેર કર્યા છે. આ તમામ ફોટામાં અનન્યા પાંડે ચશ્મા, ટોપી અને હુડી પહેરેલી દેખાઈ રહી છે.

અનન્ય પાંડેની અપકમિંગ મુવી

શુક્રવારે અભિનેત્રી અનન્યા પાંડેની આગામી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. જે સી.શંકરન નાયરની બાયોપિક છે. કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરાશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને આર માધવન લીડ રોલ કરી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન કરણસિંહ ત્યાગી કરી રહ્યા છે. આ મુવી 12 માર્ચ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button