- ખેડૂતોને ન્યાય અપાય તેવી અલગ અલગ માગો તંત્ર સમક્ષ મૂકવામાં આવી
- તંત્ર જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરતી હોવાના આક્ષેપો સાથે ખેડૂતો લડતના મૂડમાં
- હવે બાયપાસ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરાઈ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યાને લઇ સરકાર દ્વારા બાયપાસનો નિર્ણય કરાયો છે. જેમાં સરકાર દ્વારા પાલનપુરની ફરતે બાયપાસ બનાવવા જમીન સંપાદનની પ્રક્રિયા શરુ કરાઈ છે. અને સરકારની જમીન સંપાદન પ્રક્રિયા દરમ્યાન જ હવે ખેડૂતો પોતાની વધુ જમીન સરકાર હડપ કરતી હોવાના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્ષિત કરી રહ્યા છે.
હવે બાયપાસ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરાઈ
જોકે આજે બાયપાસ જમીન સંપાદનથી પીડિત ખેડૂતો કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા અને વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં રજૂઆત કરી રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યા જિલ્લા વાસીઓ માટે માથાના દુખાવા સમાન બની છે. જોકે વર્ષોથી ચાલી રહેલી આ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સરકાર દ્વારા થોડા સમય પહેલા એરોમાં સર્કલ પર બ્રિજ બનાવવાની વિચારણા કરાઈ જોકે 140 કરોડના ખર્ચે ઓવરબ્રિજની કામગીરીની વિચારણા બાદ પડતી મુકાઈ અને તે બાદ પાલનપુરની ફરતે બાયપાસ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો અને આ નિર્ણય બાદ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા બે જાહેરનામા પ્રસિદ્ધ કરી હવે બાયપાસ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
તંત્ર જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરતી હોવાના આક્ષેપો સાથે ખેડૂતો લડતના મૂડમાં
જોકે જમીન સંપાદનની પ્રક્રિયા દરમિયાન સરકાર ખેડૂતો પાસેથી પોતાના મળતીયાઓને સાચવવા જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરતી હોવાના આક્ષેપો સાથે ખેડૂતો લડતના મૂડમાં છે. અગાઉ ત્રણ જેટલા ગામોમાં ખેડૂતો દ્વારા અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરાયો તે બાદ આંદોલનની રણનીતિ ઘડવા થોડા દિવસો અગાઉ પાલનપુર ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખોડલા ખાતે ખેડૂતોની બેઠક મળી હતી. જોકે તે બાદ આજે ખેડૂતો બાયપાસમાં સરકાર વધુ જમીન હડપ કરી પૂરતું વળતર ન આપતી હોવાની રજૂઆતોને લઈ જિલ્લા મથક પાલનપુર ખાતે યોજાયેલા કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા અને વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા અને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં ખેડૂતોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી અને તે બાદ વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોર સાથે ખેડૂતો જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.
ખેડૂતોને ન્યાય અપાય તેવી અલગ અલગ માગો તંત્ર સમક્ષ મૂકવામાં આવી
શહેરના જીઆઇડીસી વિસ્તારમાંથી યોજાયેલી ખેડૂતોની રેલી કલેકટર કચેરીમાં પ્રવેશે તે પહેલા જ સાંસદ ગેનીબેન ઠાકોર અને ખેડૂતો રસ્તા વચ્ચે બેસી વિરોધ પ્રદર્શીત કર્યો અને તે બાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી એડિશનલ કલેકટરને આવેદનપત્ર પાઠવી 100 મીટરની જગ્યાએ ખેડૂતોની 60 મીટર જગ્યા બાયપાસમાં લેવાય, જે જગ્યા બાયપાસમાં લેવાય છે તેનું ખેડૂતોને બજારના ભાવે વળતર અપાય અને જે ખેડૂતોની જમીન જતા જે ખેડૂતો બિન ખેડૂત થઈ રહ્યા છે તે ખેડૂતોને ન્યાય અપાય તેવી અલગ અલગ માગો તંત્ર સમક્ષ મૂકવામાં આવી છે.
Source link