મોરબી-હળવદ-ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં દિવાળી બાદ કેનાલમાં પાણી શરુ કરવાનું અધિકારીઓ જણાવી રહ્યા હતા.
એવામાં ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ તો વાહવાહી મેળવવા માટે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી કે ધ્રાંગધ્રા તેમજ હળવદ વિસ્તારના ખેડૂતોને શિયાળુ વાવેતર માટે હાલાકી વેઠવી ન પડે તે માટે ગુરુવારે કેનાલમાં પાણી શરુ થશે. જેથી ખેડૂતોએ ધારાસભ્ય વરમોરાની વાત સાચી માની ગુરુવારે વહેલી સવારથી જ વાડીમાં પહોંચી જઈને ખેતીવાડીમાં પાણી પીવડાવવા માટે બધા કામ પડતા મુકીને ખેતરોમાં પહોચી ગયા હતા. પરંતુ ગુરુવાર સાંજ સુધી કેનાલમાં પાણી નહીં પહોચતા ધારાસભ્યએ વાહવાહી મેળવવા માટે નર્મદા નિગમ જાહેરાત કરે કે પાણી છોડે એ પહેલા જ ધારાસભ્યે કરેલી જાહેરાતનું સુરસુરિયું થતા ધ્રાંગધ્રા તેમજ હળવદ વિસ્તારના ખેડૂતોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ્ નર્મદા વિભાગના નાયબ ઈજનેરએ જણાવેલ કે કેનાલમાં પાણી શરુ થયું નથી. પરંતુ પાણી શરુ કરવા માટે આજે ડીમાન્ડ કરવામાં આવી છે. હવે ઉપરથી કાર્યવાહી થશે.
Source link