અંબાજી મંદિર, ભવનાથ મંદિર અને સતાધારના વિવાદ હજુ ચાલી રહ્યા છે ત્યારે જૂનાગઢના વધુ એક આશ્રમને લઈને વિવાદ શરૂ થયો છે.ગિરનાર રોડ પર આવેલા મયારામ આશ્રમ અને વ્યાસ ભુવમાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ગેર કાયદેસર પ્રક્રિયા કરી આ બંને જગ્યા હડપ કરવાના પ્રયત્નો કરી આવવાનો આક્ષેપ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યો છે.
ગિરીશ કોટેચા દ્વારા અરજી કરવામાં આવી હતી
ભુતનાથ મંદિરના મહંત મહેશ ગીરી બાપુ દ્વારા જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર અને ભાજપ અગ્રણી ગિરીશ કોટેચા સામે વધુ એક પ્રહાર કરતાં આક્ષેપ લગાવ્યો હતો કે ગિરનાર રોડ ઉપર આવેલ મયારામ આશ્રમ માં તેમણે અને તેમના પરિવારનો ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી બની ગયા છે તેમજ તેમની પાસે આવેલા વ્યાસ ભુવનમાં પણ તેઓ ગેરકાયદેસર ટ્રસ્ટી બની છે.વ્યાસ ભુવન નો ટ્રસ્ટનો સરકારી રેકોર્ડ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં કુલ 22 ફેરફાર થયા છે તારીખ 13 6 2017 ના રોજ ગિરીશ કોટેચા દ્વારા અરજી કરવામાં આવી હતી.
ઓછામાં ઓછા પાંચ ટ્રસ્ટીઓ હોય તો ફેરફાર થઈ શકે
ટ્રસ્ટના બંધારણ મુજબ ઓછામાં ઓછા પાંચ ટ્રસ્ટીઓ હોય તો ફેરફાર થઈ શકે તેની અમલવારી થઈ નથી તારીખ 22 6 2017 ના રોજ ચેરીટી કમિશનર દ્વારા ગિરીશ કોટેચા ને તેમના ટ્રસ્ટી તરીકેનો હુકુમ કરી દીધો હતો.આ સમગ્ર મામલા લઈને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા દ્વારા તમામ બાબતોને સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વ્યાસ વનની જમીન તેમના ટ્રસ્ટીઓએ વહેંચવા માટે કમિશનરમાં મંજૂરી લીધી હતી ૧૯૯૭માં તેમની હરાજી કરવામાં આવી હતી ત્યારે કિંમત ચૂકવીને દસ્તાવેજ કરી જમીનની ખરીદી કરી હતી હાલમાં વ્યાસ ભુવનમાં ટ્રસ્ટી છું તે પ્રાઇવેટ ટ્રસ્ટ છે અને તે ટ્રસ્ટના હોદ્દેદારોએ તેમના નામ દાખલ કરાવ્યા હતા.
આશ્રમને લઈ વિવાદ વધ્યો
મયારામ આશ્રમમાં પણ તેમના ટ્રસ્ટીઓ પ્રથમ મહેશ ગીરીબાપુ પાસે ગયા હતા પરંતુ તેમને ટ્રસ્ટી બનવાનો ઇનકાર કરતા તેમના ટ્રસ્ટી મંડળના સભ્યો મારી પાસે આવી અને મને ટ્રસ્ટી બનાવવા માટેની વિનંતી કરી હતી અને આ ટ્રસ્ટમાં તનસુખગીરી બાપુ પણ ટ્રસ્ટી હતા.આ સમગ્ર મામાના લઈને મયારામ આશ્રમના ટ્રસ્ટી મનસુખ વાજા અને વ્યાસ ભુવનના ટ્રસ્ટી પ્રત્યુશ જોશી એ આ બંને આક્ષેપોને નકાર્યા હતા અને પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા મી ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકેની નિમણૂક તેમના દ્વારા જ કરવામાં આવી હતી અને તમામ પ્રક્રિયા કાયદેસર રીતે કરવામાં આવ્યું હોનું સમર્થન આપ્યું હતું અને આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.જૂનાગઢમાં ધાર્મિક જગ્યાઓ પર થતા વાદવિવાદ શાંત સાત પડવાને બદલે વધુને વધુ વિવાદ વકરી રહ્યો છે અને જૂનાગઢ જે ધાર્મિક સ્થળ તરીકે પ્રખ્યાત છે તે બદનામ થઈ રહ્યું છે
Source link