હાલમાં સલમાન ખાનને લઈને ચર્ચા ચાલી રહી છે કે તેને બિશ્નોઈ સમુદાયની માફી માંગવી જોઈએ કે નહીં. અત્યાર સુધી ઘણા લોકોએ ભાઈજાનને પોતાનો જીવ બચાવવા માટે હાર સ્વીકારવાની અને લોરેન્સ બિશ્નોઈની વિનંતી પર માફી માંગવાની સલાહ આપી છે.
એક્ટર અને તેનો પરિવાર હજુ પણ તેની વિરુદ્ધ છે. હાલમાં જ સલમાન ખાનના પિતા સલીમ ખાન તરફથી નિવેદન આવ્યું હતું કે સલમાને કોઈ હરણને માર્યું નથી.
બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનને મળી હતી સલાહ
એક્ટર અને તેના પિતા એ સ્વીકારવા તૈયાર નથી કે તેમના હાથે કાળા હરણની હત્યા થઈ છે અને બીજી તરફ લોરેન્સ બિશ્નોઈ કાળા હરણની હત્યાનો બદલો લેવા માંગે છે. થોડા દિવસ પહેલા જ સલમાન ખાનના ખાસ મિત્ર બાબા સિદ્દીકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ મુજબ બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યા કરી કારણ કે તે સલમાનને સપોર્ટ કરી રહ્યો હતો. હવે ઘણા લોકો કહી રહ્યા છે કે બાબા સિદ્દીકીની હત્યા સલમાન અને બિશ્નોઈની દુશ્મનીના કારણે કરવામાં આવી છે.
અનુપ જલોટાએ સલમાન ખાનને માફી માંગવા કરી વિનંતી
આ મામલે ફેમસ સિંગર અને સંગીતકાર અનુપ જલોટાનું નિવેદન સામે આવ્યું છે. તેને સલમાન ખાનને એક ખાસ સલાહ આપી છે. હાલમાં જ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં અનૂપ જલોટાએ સલમાન ખાનને બિશ્નોઈ સમુદાયની માફી માંગવા કહ્યું છે. તે કહે છે કે સલમાને હરણને માર્યું કે નહીં તે અલગ બાબત છે, પરંતુ તેને પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તેને માફી માંગવી જોઈએ. સિંગરે પોતાના નિવેદનમાં કહ્યું કે ‘જે પણ થયું, આ વાતોને પાછળ રાખો અને વિચારો કે તેના કારણે આજે સલમાન ખાનના મિત્રને પણ બલિદાન આપવું પડ્યું. બાબા સિદ્દીકીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
સલમાન બિશ્નોઈની માફી માંગે તો સુરક્ષિત રહેશે?
અનૂપ જલોટાએ વધુમાં કહ્યું કે, ‘જ્યારે મામલો આટલે સુધી પહોંચે છે ત્યારે તેને શાંત પાડવો હંમેશા યોગ્ય છે. સલમાન ખાનને મારી એક નાનકડી વિનંતી છે, આનાથી તમારી આસપાસના અન્ય લોકો સુરક્ષિત રહેશે, તમે પણ સુરક્ષિત બની જશો. તમે તેના મંદિરમાં આવો અને ત્યાં માફી માગો. જો તમે ત્યાં માફી માંગશો તો તમને માફ કરવામાં આવશે. જો સલમાન ખાને ભવિષ્યમાં પોતાનું જીવન આરામથી અને સુરક્ષિત રીતે જીવવું હોય તો જવું જ જોઈએ.
Source link