Jafrabad stormy Sea: અમરેલી દરિયાકાંઠે તોફાન: 11 માછીમારો લાપતા, 3ના મૃતદેહ મળ્યા

અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી દરિયો ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાથી માછીમારો માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. તોફાની દરિયામાં જાફરાબાદ નજીક ત્રણ ફિશિંગ બોટ ડૂબી જતાં 11 માછીમારો લાપતા થયા હતા. શોધખોળ દરમિયાન કોસ્ટગાર્ડને 33 નોટિકલ માઈલ દૂર ત્રણ મૃતદેહો મળી આવ્યા છે, જેને દરિયાકિનારે લાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઘટના કેવી રીતે બની?
વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, જાફરાબાદની 2 અને રાજપરાની 1 બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. આ બનાવમાં અત્યાર સુધી 17 માછીમારોને બચાવવામાં આવ્યા છે, જ્યારે 3નાં મૃતદેહ મળી આવ્યા છે અને હજુ 8 માછીમારો લાપતા છે. કોસ્ટગાર્ડ છેલ્લા 48 કલાકથી જહાજો અને હેલિકોપ્ટરોની મદદથી સઘન શોધખોળ કરી રહ્યો છે.
લાપતા માછીમારોની યાદી
– ચીથર પાંચા બારૈયા (ધારાબંદર)
– વિજય છગન ચુડાસામા (રાજપરા)
– વિનોદ કાળુ બાંભણીયા (રાજપરા)
– પ્રદિપ રમેશ ચુડાસામા (રાજપરા)
– દિનેશ બાબુ બારૈયા (જાફરાબાદ)
– હરેશ બિજલ બારૈયા (જાફરાબાદ)
– મનસુખ ભાણા શિયાળ (શિયાળબેટ)
– વિનોદ ઢીસા બારૈયા (જાફરાબાદ)
– વિપુલ વાલા ચૌહાણ (જાફરાબાદ)
– ચંદુ અરજણ બારૈયા (જાફરાબાદ)
– કમલેશ શાંતિ શિયાળ (શિયાળબેટ)
હાલ, દરિયામાં હજુ પણ લાપતા માછીમારોને શોધવા માટે કોસ્ટગાર્ડ દ્વારા ઓપરેશન સતત ચાલુ રાખવામાં આવી રહ્યું છે.