GUJARAT

AMCના ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત ડોંગરેની વરણી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નિમણૂક પર મેયર પ્રતિભા જૈન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, AMCના ફાયર વિભાગમાં ચીફ ઓફિસર તરીકે અમિત ડોંગરેની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે એડી. ચીફ ફાયર ઓફિસર તરીકે મિહિર રાણાની નિમણૂક કરાઈ છે. મિથુન મિસ્ત્રી અને જયેશ ખડિયાને એડી. ચીફ ફાયર ઓફિસર તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. મિથુન મિસ્ત્રીને સિનિયર જ્યારે જયેશ ખડિયાને સેકેન્ડરી પદે પ્રમોશન અપાયું છે. પહેલા જયેશ ખડિયાનાં નામે વિરોધ વિપક્ષે નોંધાવ્યો હતો. જેથી સત્તાપક્ષ દ્વારા જયેશ ખડિયાને સેકન્ડ પોઝિશન પર રાખવામાં આવ્યા છે.

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા ફાયર બ્રિગેડ વિભાગમાં ભરતીઓની પ્રક્રિયા કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયરબ્રિગેડમાં કાયમી ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વધારાની જગ્યા પર બે અધિકારીઓને પ્રમોશન આપી એડિશનલ ચીફ ફાયર ઓફિસર બનાવવામાં આવ્યા છે. સ્ટાફ સિલેક્શન એન્ડ એપોઇન્ટમેન્ટ કમિટીમાં ચીફ ફાયર ઓફિસર અને 3 એડિશનલ ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી.

બે અધિકારીઓને પ્રમોશન આપીને એડિશનલ ચીફ ફાયર ઓફિસર બનાવવામાં આવ્યા. જો કે, ચીફ ફાયર ઓફિસર અને એક એડિશનલ ચીફ ફાયર ઓફિસરને મ્યુનિસિપલ કોર્પોરેશનના બહારથી ભરતી કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડમાં હાલમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરનો હોદ્દો ધરાવતા અને હાલના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા અને ઇન્ચાર્જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી બંનેને એડિશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે. સૂત્ર મુજબ બહારથી લેવાનારા બે અધિકારીઓ પાસે શહેરી વિસ્તારમાં મોટી આગ બૂઝવવાની કે બચાવ કોલની કામગીરીનો અનુભવ નથી. અમદાવાદ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા અધિકારીને CFO અને AD.CFO બનાવવામાં આવ્યા નથી. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા બે અધિકારીઓને પ્રમોશન આપીને એડિશનલ ચીફ ફાયર ઓફિસર બનાવવામાં આવી રહ્યા છે.

ડિવિઝનલ ફાયર ઓફિસરો સિવાય બહારથી નવા અધિકારીને લાવવામાં આવ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ છેલ્લા કેટલાય સમયથી ઇન્ચાર્જ તરીકે ચાલતી હતી. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચીફ ફાયર ઓફિસર એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સહિતના 140થી વધુ કર્મચારીઓની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં બદલાવ કરી રાજ્ય સરકારમાં નીતિ નિયમ મુજબ ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી લઈ એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસરો સિવાય બહારથી નવા અધિકારીને લાવવામાં આવ્યા છે.

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તરીકે રહેલા અધિકારીઓને પ્રમોશન

અમદાવાદ ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસરોની નિમણૂક માટે સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠક મળી હતી. જેમાં તાજેતરમાં જ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફાયર વિભાગમાં 67:33 મુજબના રેશિયા પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં રહેલા અધિકારીઓને પણ પ્રમોશન આપી ભરતી માટે મંજૂરી આપવામાં આવી હતી. સ્ટાફ સિલેક્શન કમિટીમાં ચીફ ફાયર ઓફિસર તરીકે બહારથી ભરતી કરવામાં આવેલા અધિકારીને બંધ કવરમાં નિમણૂક આપવામાં આવી. એક એડિશનલ ચીફ ફાયર ઓફિસરની જગ્યાએ હવે ત્રણ એડિશનલ ચીફ ઓફિસરને નિમણૂક આપવામાં આવી છે. જેમાં એક એડિશનલ ચીફ ફાયર ઓફિસરની બહારથી ભરતી થઈ છે. જ્યારે બે એડિશનલ ચીફ ફાયર ઓફિસર માટે હાલમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તરીકે રહેલા અધિકારીઓને પ્રમોશન આપવામાં આવશે.

ભૂતકાળમાં કેટલાક વિવાદો પણ સામે આવ્યા છે

અમદાવાદ ફાયર બ્રિગેડમાં નવા બે એડિશનલ ફાયર ઓફિસર તરીકેની ભરતી પ્રક્રિયામાં પણ હાલમાં ડેપ્યુટી ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારી સામે વિજિલન્સ તપાસ અને ભૂતકાળમાં કેટલાક વિવાદો પણ સામે આવ્યા છે. જો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિજિલન્સ તપાસ ચાલતી હોય છતાં પણ વિવિધ વિભાગના અનેક અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. ત્યારે આ અધિકારીને પણ હવે એડિશનલ ચીફ ફાયર ઓફિસર બનાવવામાં આવશે.

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે વિરોધ કર્યો

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે અમદાવાદ ફાયર બ્રિગેડમાં બે એડિશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે ફાયર વિભાગમાં ફરજ બજાવતા જયેશ ખડિયા અને મિથુન મિસ્ત્રી બંનેને પ્રમોશન આપવાની સ્ટાફ સિલેક્શન કમિટીની દરખાસ્તને લઈ વિરોધ કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, જયેશ ખડિયા અને મિથુન મિસ્ત્રી વિરુદ્ધ ત્રણથી ચાર વિજિલન્સ તપાસ ચાલી રહી હતી. જેને રાતોરાત ક્લીન ચીટ આપી બંનેને એડિશનલ ચીફ ફાયર ઓફિસર બનાવવામાં આવ્યા છે.

અધિકારીઓની નિમણૂકના કામ પરત કરવા કોંગ્રેસ દ્વારા માગ કરાઈ

તેઓએ જણાવ્યું હતું કે, એડીશનલ ચીફ ફાયર ઓફિસરની બે જગ્યા પ્રમોશનથી ભરવાની છે તે જગ્યા પર પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતાં જયેશ ખડિયા અને ઇન્ચાર્જ એડી. ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીની નિમણૂક કરવા બાબતની ભલામણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. જ્યારે તે બન્ને અધિકારીઓ પર હાલ વિજિલન્સ ઇન્કવાયરી ચાલતી હતી. જેમાં જયેશ ખડિયા પર કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરના બોગસ લેટર પેડ તથા રબર સ્ટેમ્પ બનાવી સત્તાધીશોની ખોટી સહી કરી બોગસ સ્પોન્સરશીપના પત્રો તૈયાર કરેલ. તેમજ તેઓ દ્વારા દહેગામ ખાતે નકલી એનઓસી આપવા બાબતની વિજિલન્સ તપાસ હતી. જ્યારે મિથુન મિસ્ત્રી પર તેઓ દ્વારા બોગસ સ્પોન્સરશીપના પત્રો મુકવા બાબતની તપાસ ચાલુ હતી. તેને રાતોરાત ક્લીનચીટ આપી પ્રમોશન આપવામાં આવી છે. જેથી વિભાગમાં અધિકારીઓની નિમણૂકના કામ પરત કરવા કોંગ્રેસ દ્વારા માગ કરાઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button