- અરવલ્લીના મેઘરજમાં પરપ્રાંતીય શ્રમિકનું મોત થયું
- મેઘરજ પોલીસે એડી દાખલ કરીને શ્રમિકની લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી
- યુવક રાત્રિના સમયે મોબાઈલ ઉપર ફોન પર વાત કરતો હતો અને પુલિયા પરથી નીચે પટકાતા મોત થયું
અરવલ્લીના મેઘરજમાં પરપ્રાંતીય શ્રમિકનું મોત થયુ હોવાના સમાચાર સામે આવ્યા છે. મેઘરજના વાસણા નજીક સરકારી ગોડાઉનમાં પરપ્રાંતીય શ્રમિકનું મોત થયુ છે. મેઘરજ સરકારી ગોડાઉન પરનો મજુર પુલિયા પરથી નીચે પડતા મોત થયું છે.
મેઘરાજ પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
ઘટના અંગે વાત કરીએ તો યુવક રાત્રિના સમયે મોબાઈલ ઉપર ફોન પર વાત કરતો હતો અને પુલિયા પરથી નીચે પટકાતા મોત થયું છે. હાલમાં મેઘરજ પોલીસે એડી દાખલ કરીને શ્રમિકની લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી છે.
હડાદ ખાતે જાહેર માર્ગ પર લાશ મળી આવી, પોલીસે વધુ તપાસ હાથ ધરી
બીજી તરફ બનાસકાંઠાના હડાદમાં પણ જાહેર માર્ગ પરથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ મળી આવતા આસપાસના લોકો મોટી સંખ્યામાં એક્ઠા થયા હતા. હડાદ પોલીસ સ્ટેશન પાસે પાણીની ટાંકી પાસે જ લાશ જોવા મળી હતી. ત્યારે ખુલ્લા વિસ્તારમાં વ્યક્તિની લાશ જોઈને અનેક તર્ક વિતર્કો લગાવવામાં આવી રહ્યા છે અને આ આત્મહત્યા છે કે હત્યા તેને લઈને રહસ્ય ઘેરાયુ છે. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદમાં નદી કિનારે ફરવા ગયેલો યુવક પાણીમાં તણાયો
દાહોદના ઝાલોદના ચિત્રોડિયા ખાતે યુવક નદીમાં તણાયો છે. આ યુવક નદીમાં સેલ્ફી લેવા ગયો હતો અને પગ લપસતા પાણીના પ્રવાહમાં તણાયો હતો. જો કે ઝાલોદ ફાયર બ્રિગેડની ટીમે રેસ્કયુ કરીને યુવકનો જીવ બચાવ્યો છે.
Source link