ગુરુવારે સવારે મુંબઈમાં અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં એક હુમલાખોર ઘૂસી ગયો અને તેના પર છરી વડે હુમલો કર્યો. આ દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પછી તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાલમાં સૈફની હાલત ખતરાની બહાર છે. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં, અભિનેતા સૈફ અલી ખાનના ઘરે કામ કરતી કેરટેકર (સ્ટાફ નર્સ) એ પોતાના નિવેદનમાં હુમલાની સમગ્ર ઘટના વર્ણવી છે. આવો જાણીએ તેણે શું કહ્યું.
રાત્રે 2 વાગે મને અવાજ સંભળાયો…
સૈફના ઘરે આ કેરટેકર છેલ્લા 4 વર્ષથી સ્ટાફ નર્સ તરીકે કામ કરી રહી છે. તેણે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે હું અભિનેતા સૈફ અલી ખાનના નાના પુત્ર જેહની સંભાળ રાખું છું. 15 જાન્યુઆરીની રાત્રે લગભગ 11 વાગ્યે જેહને ખવડાવીને સુવાડી દીધો હતો. તે પછી રાત્રે 2 વાગે અવાજ સંભળાયો કો હું ઉંઘમાંથી ઉઠી ગઇ. તે સમયે મે જોયુ તો બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો અને બાથરૂમની લાઈટ ચાલુ હતી. પછી મને લાગ્યું કે કરીના મેડમ તેમના બાળકને મળવા આવી હશે. પણ પછી મને અહેસાસ થયો કે ના કંઇક ગરબડ છે.
મેં નીચે ઝૂકીને જોવાનો પ્રયાસ કર્યો કે બાથરૂમમાં કોણ હતું. પછી એક વ્યક્તિ બાથરૂમમાંથી બહાર આવ્યો અને તે સૈફના નાના દીકરાના પલંગ તરફ જવા લાગ્યો. આ જોઈને હું ઝડપથી ઊભી થઇ અને જેહ પાસે ગઇ તો હુમલાખોરે મને મોં પણ આગળી રાખીને કહ્યું કે અવાજ નહીં. આ દરમિયાન જ કેટલાક લોકો જાગી ગયા. આ જોઇને આરોપીએ તેને ધમકાવ્યા અને કહ્યું કે કોઇ અવાજ નહી.
1 કરોડની માંગી ખંડણી
કેરટેકર મહિલાએ વધુમાં કહ્યું કે તે સમયે જ્યારે હું જહાંગીર (સૈફ-કરીનાના નાના દીકરા) ને લેવા ગઈ, ત્યારે આરોપી તેના ડાબા હાથમાં લાકડા જેવું કંઈક અને તેના હાથમાં લાંબો પાતળો હેક્સા બ્લેડ લઈને મારી તરફ દોડ્યો. મારામારી દરમિયાન મારા જમણો હાથ પર બ્લેડ વાગી. જ્યારે મેં મારા હાથ આગળ ખસેડીને પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે છરી મારા બંને હાથના કાંડા અને ડાબા હાથની મધ્ય આંગળી પાસે વાગી. ત્યારે મે તેને પૂછ્યુ કે તારે શું જોઇએ છે. તો તેણે મને કહ્યું કે મારે પૈસાની જરૂર છે’. મેં પૂછ્યું કે કેટલા. પછી તેણે અંગ્રેજીમાં કહ્યું, ‘એક કરોડ’.
કેરટેક મહિલા લાગ જોઇને હું તે રૂમમાંથી ભાગી ગઇ. સૈફ અને કરીના મેડમ અવાજ સાંભળીને દોડી આવ્યા. જ્યારે સૈફએ પૂછ્યુ કે ઇસ્મા આ કોણ છે. શું જોઇએ છે તેને. તો તેણે તેના હાથમાં રહેલી લાકડાની વસ્તુ અને બ્લેડ વડે સૈફ પર હુમલો કરી દીધો. અમે બધા રૂમની બહાર દોડી ગયા અને દરવાજો ખેંચી લીધો. અવાજ સાંભળીને, રમેશ, હરિ, રામુ અને પાસવાન, જેઓ ઊંઘી રહ્યા હતા, બધા બહાર આવ્યા. જ્યારે અમે ફરીથી રૂમમાં ગયા, ત્યારે દરવાજો ખુલ્લો હતો.
સંભાળ રાખનાર વ્યક્તિએ વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં, સૈફને ગરદનના પાછળના ભાગમાં, જમણા ખભા પાસે, પીઠની ડાબી બાજુ અને ડાબા કાંડા અને કોણીની નજીક ઈજા થઈ હતી.’ તેના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું. જમણા કાંડા, પીઠ અને ચહેરા પર પણ ઈજાઓ થઈ હતી. 35 થી 40 વર્ષની ઉંમરનો એક અજાણ્યો પુરુષ. તે શ્યામ રંગનો, પાતળો શરીરનો, ઘેરા રંગનું પેન્ટ અને ઘેરા રંગનું શર્ટ પહેરેલો હતો અને માથા પર ટોપી પહેરેલી હતી.
કેવી રીતે પહોંચ્યો સૈફ હોસ્પિટલ
નોકરાણી અને પરિવારના અન્ય સ્ટાફે ઇબ્રાહિમને ફોન કર્યો. ઇબ્રાહિમ અને સારા અલી ખાન પણ આઠમા માળે રહે છે. તેઓ ઉપર આવ્યા અને સૈફ અલી ખાનને ઓટોમાં હોસ્પિટલ લઈ ગયા. આ સમયે પરિવારમાં કોઈ ડ્રાઈવર નહોતો. કોઈને ઓટોમેટિક ઇલેક્ટ્રિક વાહન ચલાવતા આવડતું ન હતું, તેથી તેઓ ઉતાવળમાં સૈફને ઓટો દ્વારા લીલાવતી હોસ્પિટલ લઈ ગયા.
Source link