- ખુબ જ ઝડપથી ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે
- ચક્રવાત પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે
- ચક્રવાત કરાંચી થઇ ઓમાન તરફ ફંટાવવાની શક્યતા
ગુજરાતના કચ્છ તરફ આવી રહેલ ‘અસના’ વાવાઝોડું કચ્છને સ્પર્શીને પાકિસ્તાન તરફ ફંટાયું છે. ચક્રવાત હાલ 240 km ભુજથી આગળ છે. ચક્રવાત પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. ચક્રવાત કરાંચીથી દક્ષિણ પૂર્વ તરફ 160 km દૂર છે.
ગુજરાતના માથે મંડરાયેલો વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. આ વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે. ‘અસના’ નામનાં આ વાવાઝોડાને વિનાશક કે પ્રચંડ એવું નહીં, પણ દુર્લભ ગણાવાયું હતું. ચાલો, જાણીએ કે આ અસના વાવાઝોડાને દુર્લભ કેમ કહેવાયું અને ગુજરાત સહિત દેશમાં પહેલાં ક્યારે ક્યારે આવાં દુર્લભ વાવાઝોડાં આવ્યાં હતાં.
મોટા ભાગના વાવાઝોડા દરિયામાં જ ઉદભવતા હોય છે
સામાન્ય રીતે મોટા ભાગના વાવાઝોડા દરિયામાં જ ઉદભવતા હોય છે, પરંતુ આ વાવાઝોડું એટલા માટે ખાસ ગણવામાં આવ્યું કે એ જમીન પરથી દરિયામાં આવીને વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. છેલ્લાં 80 વર્ષમાં કુલ ત્રણવાર આવાં વાવાઝોડાં આવ્યાં છે. છેલ્લે, વર્ષ 1976માં, એટલે કે 48 વર્ષ પહેલાં આવું વાવાઝોડું સર્જાયુ હતું. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક સોમા સેન રૉયે જણાવ્યું હતું કે આ પહેલાં વર્ષ 1944, વર્ષ 1964 અને 1976માં આ પ્રકારનું દુર્લભ કહી શકાય એવું વાતાવરણ જોવા મળ્યું હતું. એ સમયે જમીનની ઉપર એક્ટિવ ડીપ ડિપ્રેશન, એટલે કે વેધર સિસ્ટમે અરબી સમુદ્રમાંથી ગરમી મેળવીને ભયાનક રૂપ લીધું હતું. અને છેલ્લે સમુદ્ર પર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું હતું. એના માટે આ સિસ્ટમ શુક્રવાર સુધી અરબી સમુદ્રમાં જ આગળ વધશે અને એ ગુજરાતના દરિયાકિનારાથી સતત દૂર જશે એટલે ગુજરાત પર ભયાનક વાવાઝોડાનો ખતરો ઓછો થશે.
Source link