ENTERTAINMENT

16 વર્ષ…! ‘તારક મહેતા’ એક્ટરના શો છોડવા પર અસિત મોદીએ કર્યો ખુલાસો

ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષોથી લોકોમાં એક અલગ ઓળખ જાળવી રાખી છે. બાળકોથી લઈને મોટાઓ સુધી બધા જ આ શોના દિવાના છે. ઘણા લોકોએ શો છોડી દીધો છે, જેના કારણે હવે શો એટલો મજેદાર નથી રહ્યો.

આ શોના દરેક પાત્રનું નામ ફેન્સના હોઠ પર છે. આમાંનું એક પાત્ર રોશન સિંહ સોઢી છે, જે અગાઉ ટીવી એક્ટર ગુરચરણ સિંહ ભજવી ચૂક્યા છે. પરંતુ તેને અચાનક શો છોડી દીધો, જેના કારણે ઘણી અટકળો શરૂ થઈ ગઈ. હવે શોના મેકર અસિત મોદીના નિવેદનથી આ જૂનો મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો છે.

ખરાબ તબિયતને કારણે લીધો આ નિર્ણય

તમને જણાવી દઈએ કે ગુરચરણ સિંહે વર્ષ 2020 માં શો છોડી દીધો હતો અને તેમના બધા ફેન્સ આ સમાચારથી દુઃખી થયા હતા. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તેને આ નિર્ણય તેમની ખરાબ તબિયતને કારણે લીધો હતો. ફેન્સે તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી, પરંતુ તે ક્યારેય શોમાં પાછા ફર્યો નહીં. હવે અસિત મોદીએ ખુલાસો કર્યો છે કે શો છોડવાનું કારણ બીમારી ન હતી.

અસિત મોદીનું નિવેદન

અસિત મોદીએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ગુરચરણ સિંહનો શો છોડવાનો નિર્ણય સંપૂર્ણપણે તેનો પોતાનો હતો. મેકર્સ તરફથી તેના પર કોઈ દબાણ ન હતું. તેને એમ પણ કહ્યું કે ગુરુચરણ અને તેમનો પરિવાર હજુ પણ તેમની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે.

અસિત મોદીએ જણાવ્યું કે ગુરચરણ સિંહને હવે લાગે છે કે તેમને આ શોનો ભાગ રહેવું જોઈતું હતું કારણ કે આ શો તેમના દિસની ખૂબ નજીક છે. અસિતના મતે, ‘આ શો શરૂ થયાને લગભગ 16 વર્ષ થઈ ગયા છે અને તે દરમિયાન, ઘણા લોકોએ પોતાના કારણોસર શો છોડી દીધો છે. આપણે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે આ શોનો ભાગ રહે તેવી અપેક્ષા રાખી શકતા નથી.

અચાનક ગાયબ થઈ ગયો અને પછી પાછો ફર્યો

વર્ષ 2024 માં ગુરચરણ સિંહના અચાનક ગાયબ થવાના સમાચારની પણ ખૂબ ચર્ચા થઈ હતી. લગભગ 25 દિવસ સુધી તેના કોઈ સમાચાર ન હતા. પાછળથી તેને કહ્યું કે તેઓ ધ્યાન અને સાધના માટે ગયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button