- ઘટનાના બે અન્ય આરોપી હજુ પણ ફરાર છે તેમની શોધ થઈ રહી છે
- તે પછી બાળાને તળાવ પાસે બેહોશ હાલતમાં છોડીને ફરાર થઈ ગયાં હતાં
- પોલીસે શુક્રવારે એક આરોપીની ધરપકડ કરી લીધી હતી
આસામ ગેંગરેપનો મુખ્ય આરોપી તફઝૂલ ઇસ્લામનું તળાવમાં ડૂબી જવાના કારણે મોત થઈ ગયું છે. શનિવારે સવારે પોલીસ આરોપી તફઝૂલને લઈને ક્રાઇમ સીન પર લઈ જઈ રહી હતી ત્યારે જ તેણે પોલીસથી બચવા માટે તળાવમાં છલાંગ લગાવી દીધી હતી પણ ડૂબી જવાના કારણે તેનું મોત થયું હતું.
આ ઘટનાના બે અન્ય આરોપી હજુ પણ ફરાર છે તેમની શોધ થઈ રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ તળાવમાં છલાંગ લગાવતાં તરત જ તેને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બે કલાકની જહેમત બાદ તેનું શબ મળી આવ્યું હતું. નોંધનીય છે કે આસામના નાગાંવ જિલ્લાના ઘીંગમાં ત્રણ નરાધમોએ એક માઇનોર વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા ગુરુવારે સાંજે ટયૂશનમાંથી ઘરે આવી રહી હતી ત્યારે મોટરસાઇકલ પર આવેલા ત્રણ આરોપીઓએ તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. તે પછી બાળાને તળાવ પાસે બેહોશ હાલતમાં છોડીને ફરાર થઈ ગયાં હતાં. પોલીસે શુક્રવારે એક આરોપીની ધરપકડ કરી લીધી હતી અને બીજા બેની શોધ ચાલી રહી છે.
ગામલોકોનો આરોપીના શબને દફનાવવાનો પણ ઇનકાર
આરોપી તફઝૂલના શબને દફનાવવાનો પણ ગામ લોકોએ ઇનકાર કરી દીધો છે. આરોપી બોરભેતી ગામનો રહેવાસી હતો. શનિવારે સવારે જ ગામલોકોએ નિર્ણય કર્યો હતો કે આરોપીના શબને પણ ગામના કબ્રસ્તાનમાં દફનાવવાની મંજૂરી આપવામાં નહીં આવે. એટલું જ નહીં કામનો એક પણ વ્યક્તિ તેના જનાજામાં પણ સામેલ નહીં થાય. ગામલોકોનું કહેવું છે કે આરોપીએ સમગ્ર ગામને બદનામ કર્યું છે. ગામના લોકોએ સામૂહિત દુષ્કર્મના વિરોધમાં ગામની મસ્જિદ સુધી રેલી પણ કાઢી હતી.
Source link