શહેરીજનો માટે હરવા ફરવાના સ્થળ એવા કાંકરિયા પરિસરમાં અટલ- સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન મંગળવારથી ફરીથી શરૂ કરવામાં આવી છે. તા. 25 ડિસેમ્બરથી શરૂ થનારા કાંકરિયા કાર્નિવલ પહેલાં આ ટ્રેન શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડની ગોઝારી ઘટના પછી રાજ્ય સરકારની સૂચનાથી રાજ્યમાં તમામ એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરી દેવાને પગલે શહેરના કાંકરિયા પરિસરમાં ચાલતી અટલ એક્સપ્રેસ ટ્રેન પણ બંધ કરી દેવામાં આવી હતી.
આમ, હવે કાંકરિયાના સહેલાણીઓ અટલ એક્સપ્રેસ ટ્રેનની સફરનો આનંદ માણી શકશે. મેયર પ્રતિભા જૈન સહિત શાસક પક્ષના હોદ્દેદારોએ અટલ એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી અને AMC સ્કૂલના બાળકોએ અટલ એક્સપ્રેસની સફર માણી હતી. અટલ એક્સપ્રેસમાં મુસાફરી કરવા માટે 12 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ માટે ટિકિટનો દર રૂ. 30 નક્કી કરાયો છે અને 3થી 12 વર્ષના બાળકો માટે રૂ.12 તેમજ સ્કૂલોના બાળકોના યોજાતા પ્રવાસ માટે બાળક દીઠ રૂ.12નો દર નક્કી કરાયો છે.
Source link