અમદાવાદ જિલ્લા પંચાયતમાં ઓડિટની કામગીરી પાંચ વર્ષ પાછળ ચાલે છે. જે મુજબ વર્ષ 2024-2025નું ઓડિટ આવતાં હજી ચારથી પાંચ વર્ષ લાગી શકે છે. ઓડિટની ભૂલ નીકળે ત્યારે અધિકારીની બદલી અથવા નિવૃત થઇ જવાની સમસ્યા પણ રહે છે. ઓડિટ વિભાગના સુત્રો કહ્યું કે, ઓડિટ માટે આવતી મહિનાની 1200 ફાઇલમાં અનિયમિતતા હોય પણ ગેરરિતી પકડાતી નથી.
ચુંટાયેલા સદસ્યો અથવા તો અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને પૂરતી સૂચના આપતા ના હોય ત્યારે પ્રિ-ઓડિટ વિભાગની તપાસમાં અનેક ક્ષતિઓ બહાર આવે છે. આ ક્ષતિઓ દૂર કરવા 35થી 40 ટકા ફાઇલો પરત મોકલાય છે.સરકાર દ્વારા ઓડિટની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે. અગાઉ તો સાતથી આઠ વર્ષ પાછળ ચાલતી ઓડિટની કામગીરી હવે પાંચ વર્ષે અટકી છે. હાલ જિલ્લા પંચાયતમાં 2019-2020નું ઓડિટ ચાલે છે. જ્યારે 2024-2025નું ઓડિટ આવતાં હજી ચારથી પાંચ વર્ષ લાગશે.
હાલમાં થતી નાણાંકિય ગેરરિતી પાંચ વર્ષ પછી બહાર આવે તો કાર્યવાહી કરવામાં લીગલ પ્રક્રિયામાં ખોટો ખર્ચ કરવાનો થાય. જેથી સમયસર ઓડિટ થાય તે જરૂરી હોવાનું ઉચ્ચ અધિકારીઓ માને છે. આવા સમયે રિકવરીની આશા નહિવત રહે છે. આ સિવાય પ્રોસીડીંગના આધારે કામો સોંપાયા બાદ કોન્ટ્રાક્ટરને રકમ ચૂકવણી પૂર્વે ફાઇલ પ્રિ-ઓડિટમાં મોકલાય છે. નામ નહીં આપવાની શરતે કર્મચારીએ કહ્યું કે, ફાઇલના નિકાલ માટે રૂપિયા 300થી 1000 સુધીના વ્યવહાર કરાય છે.
Source link