સાચી બિંદ્રાએ પોર્ટુગલમાં આપ્યો હતો મન્નૂ શું કરશે માટે ઓડિશન

સાચી બિંદ્રા પોતાની તાજી રિલીઝ મન્નૂ શું કરશે માટે મળતા પ્રેમથી ખુબ જ ખુશ છે. પણ શું તમે જાણો છો કે તેમને આ રોલ કેવી રીતે મળ્યો? એક્ટ્રેસે યાદ કર્યું કે જ્યારે તેઓ પોતાના મિત્રોની સાથે પોર્ટુગલ ટ્રિપ પર હતાં, ત્યારે ફિલ્મના મેકર્સનો ફોન આવ્યો. પાર્ટી અને મસ્તી ભરેલી એ સાંજે જ તેમણે પોતાનો પહેલો સ્ક્રીન ઓડિશન આપ્યો!
ઓડિશન માટે તેમને એક એવો સીન શૂટ કરવો હતો જેમાં જિયા (તેમનો પાત્ર) મન્નૂને થપ્પડ મારે છે. સાચીએ તરત પોતાનો ફોન લીધો અને મિત્રો એંગલ સેટ કરવામાં મદદરૂપ બન્યા. એ તકનો પૂરો લાભ લઈને, સાચીએ પોતાના અભિનયનો જોરદાર પરિચય આપ્યો અને તેમનો આ નેચરલ અંદાજ મેકર્સને ખુબ જ ગમી ગયો. એ જ ઓડિશનથી તેમને ફિલ્મમાં તક મળી અને આજે તેઓ આ જ પાત્રથી દર્શકોનું દિલ જીતી રહ્યાં છે.
જિયા તરીકે સાચીનો ઊંડાણસભર અને તાજગીભર્યો અંદાજ દર્શકો અને સમીક્ષકો બંનેને ગમી રહ્યો છે. તેમના કો-સ્ટાર વ્યોમ સાથેની તેમની કેમિસ્ટ્રી પણ ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં ફિલ્મની વિશેષ સ્ક્રીનિંગ લંડનના BAFTA ખાતે યોજાઈ હતી, જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફિલ્મને પ્રશંસા મળી અને ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર મજબૂત ઓળખ મળી.
સંજય ત્રિપાઠીના દિગ્દર્શનમાં બનેલી મન્નૂ શું કરશે સાચી બિંદ્રાને એક આશાસ્પદ ચહેરા તરીકે સાબિત કરી રહી છે અને ફિલ્મ હાલમાં સિનેમાઘરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે.