NATIONAL

Ayodhya: જ્યારે રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં વાનરે સંભાળી પોલીસની ખુરશી, તસવીર વાયરલ

  • અયોધ્યા રામજન્મભૂમિના પોલીસ સ્ટેશનની ઘટના
  • જ્યારે પોલીસ સ્ટેશનમાં વાનરે કરી એન્ટ્રી
  • પોલીસે પણ નમન કરીને આપી સલામી

દેશમાં ધામધૂમથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. 78મા સ્વતંત્રતા દિવસે આખો દેશ આઝાદીના જશ્નમાં મગ્ન જોવા મળ્યો. મંદિર,ઑફિસ, પોલીસ સ્ટેશન તમામ જગ્યાઓ પર તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે. તે વચ્ચે અયોધ્યામાંથી એક એવી તસવીર સામે આવી છે જેને જોઇને તમે વિચારમાં પડી જશો. જેમાં એક વાનર પોલિસની ચેર પર આવીને બેસી જાય છે. પછી શું થયુ આવો જાણીએ.

રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આવ્યો વાનર

આખો મામલો અયોધ્યાના રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનનો છે. જ્યાં એક વાનર આવ્યો અને એસએચઓ દેવેન્દ્ર કુમારની ખુરશી પર બેસી ગયો. આ વાનર એસએચઓ સાહેબ સામે પ્રેમથી જોવા લાગ્યો. સાહેબ ગુસ્સો કરવાને બદલે કે તેને હાંકી કાઢવાને બદલે તેની સાથે પ્રેમ પૂર્વક વર્તન કરતા જોવા મળ્યા. તેઓએ વાનરને સલામી પણ આપી. તે સમયની માત્ર એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

તસવીર વાયરલ

SHO દેવેન્દ્ર પાંડે અને વાનરની આ તસવીરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તસવીરમાં જોઇ શકાય છે કે ટેબલ ઉપર ફાઇલો પડેલી છે. તેની સામે એક ચેર છે તેમા વાનર આરામથી બેઠેલો જોવા મળી રહ્યો છે. અને વાનરને જોઇને પોલીસ તેમને સલામી આપી રહ્યા છે. એવુ લાગે કે જાણે વાનરે કોઇ ઓર્ડર આપ્યો અને સાહેબ તેમને યશ સર કહીને સલામી આપી રહ્યા હોય. મહત્વનું છે કે રામનગરી અયોધ્યામાં જોવા મળેલા આ દ્રશ્યોને સાક્ષાત જાણે હનુમાનજી આવ્યા હોય તેમ પણ લોકો માની રહ્યા છે.


હનુમાનજીના ભક્ત છે દેવેન્દ્ર પાંડે

રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનના એસએચઓ દેવેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે 15મી ઓગષ્ટે ધ્વજ ફરકાવ્યા બાદ હું મારા ટેબલ પર ગયો તો ત્યાં એક વાનર પહેલેથી જ મારી ખુરશી પર બેઠેલો જોવા મળ્યો. જો કે ધાર્મિક માન્યતા અનુસાર વાનરને પવનપુત્રનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. પવનના પુત્ર હનુમાનને જોઈને અમે તેને નમસ્કાર કર્યા અને વંદન પણ કર્યા. એટલું જ નહીં દેવેન્દ્ર પાંડેએ પણ પોતાને હનુમાનના ભક્ત ગણાવ્યા અને કહ્યું કે આ ભગવાનની માયા કહેવાય કે સ્વતંત્રતા દિવસે પવનપુત્ર હનુમાનજીના આશીર્વાદ મળ્યા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button