શહેરમાં E-KYCના કારણે આયુષ્યમાન કાર્ડ, રેશનકાર્ડમાં સામાન્ય વિગતો અપડેટ કરવા આવતા લોકોની હાલાકી વધી રહી છે. એટલું જ નહીં, સર્વરના પ્રોબ્લમ હોવાના કારણે આયુષ્યમાન કાર્ડ, મા અમૃતમ કાર્ડના કામ માટે આવતા દર્દીના પરિવારજનોની હાલત કફોડી થઈ રહી છે.
જ્યારે એક તરફ 70 વર્ષથી વધુ ઉંમરના લોકોના માટે કેમ્પનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સર્વરમાં પ્રોબ્લમ હોવાની ફરિયાદ સામે આવી છે. જોકે કેટલીક ઝોનલ કચેરીઓમાં જરૂરી સ્ટાફની અછત હોવાનું પણ નજરે જોવા મળી રહ્યું છે.ગરીબ અને સામાન્ય પરિવારના લોકો માટે આયુષ્માન કાર્ડ મહત્વનું બની ગયું છે. આ વચ્ચે એક તરફ E-KYCકરવા અને રેશનકાર્ડ અપડેટ કરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય છે. આ માટે પૂર્વની 8 ઝોનલ કચેરીમાં લાભાર્થીઓની લાઈન લાગી રહી છે. જેના કારણે આયુષ્યમાન કાર્ડ કાઢાવવા આવનાર લોકોને ધક્કો ખાવો પડે છે. તેમજ કેટલાક ઈમરજન્સી હોય તેવા દર્દીઓને પણ ભારે તકલીફ થઈ રહી છે. આ અંગે ત્યાં હાજર અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા થોડાં દિવસોથી સતત કામગીરી માટે લાભાર્થીઓનો ધસારો થઈ રહ્યો છે. પરંતુ આગળથી જ સર્વર યોગ્ય રિસ્પોન્સ આપી રહ્યું નથી, જેના કારણે આયુષ્યમાન કાર્ડમાં મોડું થઈ રહ્યું છે. બીજી તરફ જે લોકોને ઈમરજન્સીમાં જરૂરિયાત છે તેના માટે પણ હોસ્પિટલની અરજીના આધારે કામગીરી કરવામાં આવે છે.
Source link