SPORTS

Babar Azamએ સંન્યાસની કરી જાહેરાત? સોશિયલ મીડિયા પર પોસ્ટ થઇ વાયરલ

  • પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ ચાલુ
  • ફરી એકવાર પાકિસ્તાનની ટીમ હારના આરે પહોંચી
  • બાબર આઝમની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની પોસ્ટ વાયરલ

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. ફરી એકવાર પાકિસ્તાનની ટીમ હારના આરે પહોંચી ગઈ છે. આ દરમિયાન બાબર આઝમની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં ટેસ્ટ ક્રિકેટમાં બાબર આઝમનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. બાંગ્લાદેશ સામેની બંને મેચમાં બાબરે પોતાની ખરાબ બેટિંગથી ચાહકો અને ટીમને નિરાશ કર્યા છે. જે બાદ હવે તેમની નિવૃત્તિની પોસ્ટ બહાર આવી રહી છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ થઇ વાયરલ

બાબર આઝમના પેરોડી એકાઉન્ટમાંથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં બાબર આઝમની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત લખવામાં આવી હતી. થોડી જ વારમાં આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગઈ. જો કે આ ખોટી અફવા છે, બાબરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કોઈ જાહેરાત કરી નથી. જો કે, આ પોસ્ટને કારણે ઘણા લોકો માને છે કે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમે ખરેખર ટેસ્ટ ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે.

સોશિયલ મીડિયા પર બાબરની મજાક ઉડી

વાસ્તવમાં, બાબર આઝમનું બેટ ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લી 16 ઇનિંગ્સથી શાંત છે. આ 16 ઇનિંગ્સમાં બાબરે એક પણ અડધી સદી ફટકારી નથી. બાબરે બાંગ્લાદેશ સામે પણ ટીમને નિરાશ કરી છે. જે બાદ બાબરને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

 




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button