વરુણ ધવનની નવી ફિલ્મ બેબી જોન આજે 25 ડીસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ત્યારે આ ફિલ્મના ટ્રેલરે લોકોમાં બહુ જ ઉત્સુકતા જગાવી છે. આ ફિલ્મમાં હીરોની દમદાર ભૂમિકા વરુણ ધવન નિભાવી રહ્યા છે. ત્યારે તેની સામે વીલેન તરીકે ટક્કર આપવા પ્રોડ્યુસરે જેકી દાદાને પસંદ કર્યા છે. ત્યારે એવું કહેવાય છે કે જેકી શ્રોફે બોબી દેઓલનું પત્તું કાપ્યું છે અને બોલીવુડના બધા વીલેન પણ ડરી ગયા.
બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં હવે હિરોનું ચલણ ઓછું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હીરો કરતાં વીલેન વધુ ચર્ચામાં રહેતા હોય છે. વિલેનની સ્ટાઇલ , લુક , પર્સનાલિટી , એટ્ટીટ્યૂડ વગેરે દર્શકોને ખૂબ આકર્ષે છે. ખાસ કરીને તાજેતરમાં આવેલા એનિમલ ફિલ્મમાં બોબી દેઓલના લુક અને અભિનયથી બોલલીવૂડમાં વિલેનનું ચલણ શરૂ થયું છે. બોબી દેઓલે જ્યારથી વિલેન તરીકે રોલ શરૂ કર્યો છે ત્યારથી બોલીવુડ માં નવો ટ્રેન્ડ શરૂ થયો છે.ફિલ્મોમાં વિલેન ઘાતક, સ્માર્ટ, ખૂંખાર, ડરામણો દેખાવો જોઈએ. જે એનિમલમાં બોબીએ એક પણ શબ્દ બોલ્યા વગર બખૂબી નિભાવી જાણ્યો હતો.
સાઉથના ફિલ્મોના વીલેનને પણ પછાડે તેવી વિલેન તરીકેની અદાકારી હવે જેકી દાદા કરવા જઈ રહ્યા છે. બેબી જોન માં જેકી દાદાને જે રીતે દર્શાવાયા છે તે જોઈને બધા વિલેનની આંખો ખુલ્લી જ રહી જશે તેવા ખતરનાક દેખાઈ રહ્યા છે.બેબી જોન ફિલ્મનો બબ્બર શેરનો એક ક્લોઝપ લુક બહાર આવ્યો છે. આ તસવીરમાં જગ્ગુ દાદા સિગારનો ધુમાડો બહાર નીકાળતા નજર પડે છે. બેબી જોન પહેલા દાદાએ સિંઘમ અગેનમાં વીલેનનો રોલ કર્યો હતો જે ખૂબ ટૂંકો પણ પ્રભાવ પડે તેવો હતો.
Source link