- બદલાપુરમાં બાલમંદિરની બાળકીઓ સાથે જાતીય સતામણીનો મામલો
- જનતામાં જોવા મળી રહ્યો છે જબરદસ્ત આક્રોશ
- કેસની તપાસ મામલે SITની રચના
મહારાષ્ટ્રના બદલાપુરમાં બાલમંદિરની બે બાળકીઓ સાથે જાતીય સતામણી મામલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ આક્રોશ વચ્ચે મહારાષ્ટ્રના શાળા શિક્ષણમંત્રી દિપક કેસરકરે સ્કૂલોમાં વિશાખા સમિતિ બનાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ શાળામાં લગાવેલા સીસીટીવી કામ નહી કરતા હોય તો કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું. કેસરકરે જણાવ્યું હતું કે બદલાપુર શાળામાં સંચાલકની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે.
SITની રચના કરવામાં આવી
બદલાપુર યૌન ઉત્પીડન કેસમાં પોલીસ અથવા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી બેદરકારીની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે SITની રચના કરી છે, તેનું નેતૃત્વ IG આરતી સિંહ કરશે. માહિતી અનુસાર, તે બદલાપુર પૂર્વ પોલીસ સ્ટેશન પહોંચી છે અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી રહી છે. બીજી તરફ SITની ટીમ પીડિત યુવતીના ઘરે તેનું નિવેદન લેવા પહોંચી છે.
પોલીસે 5 FIR નોંધી
મહત્વનું છે કે આ મામલો લોકોમાં એટલો રોષ જોવા મળ્યો હતો કે ટ્રેન રોકવામાં આવી હતી. પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પથ્થરમારો પણ થયો હતો. આ મામલે 300 લોકો સામે એફઆઇઆર તથા 40થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે
- બદલાપુર પૂર્વમાં યૌન શોષણ કેસમાં FIR નોંધવામાં આવી.
- બદલાપુર પૂર્વમાં તોડફોડના કેસમાં FIR નોંધાઈ
- બદલાપુર પશ્ચિમમાં તોડફોડના મામલામાં FIR નોંધવામાં આવી
- પોલીસે બદલાપુર રેલવે સ્ટેશનના પોલીસ સ્ટેશનમાં તોડફોડ અંગે FIR નોંધી છે.
- બદલાપુર રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં ટ્રેન રોકવાના મામલામાં પણ FIR કરવામાં આવી છે.
આરોપીને કરાયો હતો કોર્ટમાં રજૂ
પોલીસે આ કેસમાં આરોપી સફાઈ કામદાર અક્ષય શિંદેની ધરપકડ કરી લીધી છે. કલ્યાણ કોર્ટે આરોપી અક્ષય શિંદેના પોલીસ રિમાન્ડને 26 ઓગસ્ટ સુધી લંબાવ્યા છે.
MVAએ આપ્યુ બંધનું એલાન
આ મામલે મહારાષ્ટ્ર વિકાસ આઘાડીએ 24 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. MVA ના સાથી પક્ષો – કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ જૂથ) અને શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) ની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.